GSTV

આખરે સ્વીકાર્યું ખરા / ગલવાન ખીણમાં થયેલી હિંસક ઝડપમાં ચીની સૈનિકોના પણ થયા હતા મોત, ચીને સત્તાવાર રીતે માન્યું

Last Updated on June 1, 2021 by Bansari

ચીને પ્રથમવાર સત્તાવાર રીતે માન્યું કે, ગલવાન ખીણમાં થયેલા હિંસક ઘર્ષણમાં તેના 4 સૈનિકોના મોત થયા હતા અને એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમિશને આ તમામ સૈનિકોને બહાદુરીના મેડલથી સન્માનિત કર્યા હતા.

ભારત અને આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર, ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં ચીનના 45 જેટલા સૈનિકોના મોત થયા હતા. ચીને આ મુદ્દે પોલ ખોલનારા એક બ્લોગરની જેલ ભેગો કર્યો છે. ચીને હાલમાં જ બ્લોગર ચાઉ જિમિંગને ‘શહીદોના અપમાન’ મામલે દોષિત ઠેરવતા 8 મહિનાની જેલની સજા ફટકારી છે.

ચાઉ જિમિંગે ચીનની સરકારના દાવા પર સવાલ ઉઠાવતા ગલવાન ખીણમાં ચીનના 40થી વધુ સૈનિકોના મોત થયાની વાત બ્લોગમાં કરી હતી. ચીને ઘણા મહિના બાદ પોતાના સૈનિકોના મોત થયાની વાત સ્વીકારી હતી. જોકે તેણે માત્ર 4 સૈનિકોના મોત થયાનું જણાવ્યું.

Read Also

Related posts

કિસ્મત/ લોટરીની ટિકિટે એક પેન્ટરને બનાવી દીધો કરોડપતિ, જીત્યું 12,00,00,000નું ઇનામ

Damini Patel

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!