GSTV
Gujarat Government Advertisement

ચીની સ્માર્ટફોન કંપનીઓના વેચાણમાં 4 ટકાનો ઘટાડો : રિપોર્ટ

Last Updated on January 28, 2018 by

સ્માર્ટફોન ઉત્પાદન અને તેના દુનિયાભરમાં વેચાણને મામલે પહેલું સ્થાન ધરાવતા ચીમાં પહેલીવાર વર્ષ 2017માં વાર્ષિક આધારે 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. કુલ મળીને 45.9 કરોડ સ્માર્ટફોનનું જ વેચાણ થયું છે.

આઇએએનએસના સમાચાર મુજબ, સિંગાપુરની માર્કેટ રિસર્ચ ફર્મ કેનાલિસે પોતાની રિપોર્ટમાં કહ્યું કે આ ઘટાડાનું મુખ્ય કારણ ચીનના સ્માર્ટફોનના વેચાણમાં વર્ષ 2017ના ફોર્થ ક્વાર્ટરમાં વાર્ષિક દરે સૌથી ઓછુ પ્રદર્શન રહ્યું. આ દરમ્યાન 14 ટકાના ઘટાડા સાથે કુલ 11.3 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું.

પોતાના ઘર આંગણે ચીની કંપની હુઆવેઇનું પ્રદર્શન સૌથી સારુ રહ્યું અને વર્ષ 2017 ના ફોર્થ ક્વાર્ટરમાં કંપનીએ કુલ 2.4 કરોડ સ્માર્ટફોનનું વેચાણ કર્યું અને આખા વર્ષમાં 9 કરોડ સ્માર્ટફોનનું વેચાણ કર્યું.

કેનાલિસના મો જિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓનરનું પ્રદર્શન હુઆવેઇને પૂરક છે. પરંતુ હુઆવેઇના કુલ વેચાણમાં તેનું યોગદાન તેનાથી અડધુ છે. હુઆવેઇ અને હોનર વચ્ચે પ્રતિસ્પર્ધા વધતી જઇ રહી છે. હુઆવેઇ એ આગળ વધીને પોતાના જ બ્રાન્ડથી પોતાને થનાર નુકશાનને ધ્યાનમાં લેવાનું રહેશે.

ગત વર્ષે ઓપ્પો અને વીવોના સ્માર્ટફોનના વેચાણમાં ક્રમશ 16 ટકા અને 7 ટકાનો ઘટાડો નોંધાયો. ઓપ્પોએ કુલ 1.9 કરોડ અને વીવોએ કુલ 1.7 કરોડલ સ્માર્ટફોનનું વેચાણ કર્યું.

ફોર્થ ક્વાર્ટરમાં ઘટાડા છતા ઓપ્પો અને વીવોએ 2017માં બે અંકોનો વૃદ્ધિદર હાંસલ કર્યો. બન્ને કંપનીઓએ  ચીની સ્માર્ટફોન બજારમાં ક્રમશ બીજુ અને ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું છે.

 

Gujarat Government Advertisement

Related posts

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!