GSTV

આંદામાનમાં ચીનને ઘેરવા ભારતે પી 8 આઇ વિમાન ગોઠવ્યું, દુશ્મનની સબમરીનને વીંધવાની સાથે આવી ધરાવે છે ખાસિયતો

ભારતીય સૈન્ય ચીન સામે મોટી તૈયારી કરી રહ્યું છે. ગલવાન ખીણ અને તળાવના વિસ્તારો ચીને કબજે કરી લીધા બાદ ભારતે દરિયામાં  ભારતીય નેવીએ ચીનના લશ્કરની દેખરેખ માટે પી 8 આઇ એક વિમાનને અંદમાનમાં તૈનાત કર્યુ છે. જેની સામે અમેરિકાએ ક્યારનાયે વિમાન વાહક જહાજો ચીન સામે તેના દરિયામાં મૂકી દીધા છે. ભારતે હજું વિમાન વાહક જહાજો ચીન સામે ગોઠવ્યા નથી.

અમેરિકા પાસેથી ભારતે આ વિમાન ખરીદેલા છે

ભારત અમેરિકાથી લોંગ રેન્જ મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ પી -8 આઈ નામના 12 વિમાન ખરીદેલા છે.  ભારતીય નૌસેનાએ બોઇંગ દ્વારા બનાવવામાં આવેલા આ વિમાનોને વર્ષ 2013મા શામેલ કર્યા હતા. સેન્સર, હાર્પુન બ્લૉક -2 મિસાઈલ, એમકે -54 લાઇટ ટૉરપિડ અને રોકેટથી સજ્જ પી -8 આઇ વિમાન પોતાના દુશ્મનની સબમરીનને ડિટેક્ટ કરી ખતમ કરી દે છે. ભારતે આ વિમાનો માટે વર્ષ 2009મા સોદો કર્યોં હતો. નૌસેનાની પાસે આ સમયે 8 વિમાનો છે. બાકીના ચાર વિમાનો જુલાઈ 2021-22 સુધી નૌસેનાને મળી જશે. નૌસેના 12 કરતાં વધુ પી-8 આઇ એરક્રાફ્ટ ખરીદવાની ઇચ્છા હતી પરંતુ અમેરિકાથી 2.5 અબજ ડૉલરના 30 સશસ્ત્ર સી ગાર્ગીયન (પ્રિડેટર-બી) ડ્રોનની ખરીદી પછી 10 વિમાનો માટે તે સહમત થયું હતું.

તાજેતરમાં ચીનના સાત યુદ્ધ જહાજો હિન્દ મહાસાગરમાં જોયા હતા, પી-8આઇએ ટ્રેક કર્યા હતા

આમ અમેરિકા પાસેથી ખરીદેલા અબજો રૂપિયાનું એક વિમાન આંદામાન મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારતે ચીનના સાત યુદ્ધ જહાજો હિન્દ મહાસાગરમાં જોયા હતા. જેને ભારતીય નેવીના વિમાનો પી-8આઇએ ટ્રેક કર્યા હતા. અમેરિકામાં નિર્માણ પામેલા પી-8આઇ વિમાન સબમરીન વિરોધી પ્રણાલીથી લેસ છે. પી-8આઇ એરક્રાફ્ટ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર્સથી સજ્જ છે. આ વિમાનમાં અતિશય શક્તિશાળી સિન્થેટિક અપાર્ચર રડાર (એસએઆર) લાગેલા છે. ચીનનું 27 હજાર ટન વજન ધરાવતુ વિમાનવાહક યુદ્ધપોત જીઆન-32 સપ્ચેમ્બર મહિનાની શરુઆતમાં દક્ષિણ હિન્દ મહાસાગરમાં જોવા મળ્યું હતું. 

યુ.એસ.એ.એ દક્ષિણ ચીન સમુદ્રમાં 2 વિમાન વાહક જહાજ મૂક્યા છે

યુ.એસ.એ.એ દક્ષિણ ચીન સમુદ્રમાં 2 વિમાન વાહક જહાજ મૂક્યા છે. ચીનના દરિયાઇ વિસ્તરણવાદ પર લગામ લગાવવા માટે છે. અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં 2 વિમાન વાહક યુએસએ યુએસએસ રોનાલ્ડ રેગન અને યુએસએસ નિમિટ્ઝને ઉતાર્યા છે. યુએસએસ રોનાલ્ડ રેગન પાસે સૌથી મોટા વિમાન વાહક છે. યુએસ નેવીના દાવપેચ દક્ષિણ ચીન સમુદ્રમાં ચાલુ છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુએસ નૌકાદળના વધુ 4 યુદ્ધ જહાજો છે. યુએસ નેવીએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી આક્રમકતાનો જવાબ આપ્યો છે.  યુએસ નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર સીન બ્રોફીએ  કહ્યું કે યુ.એસ. દક્ષિણ ચીન સમુદ્રમાં મુક્ત અને ખુલ્લા ભારત-પ્રશાંત મહાસાગરના સમર્થનમાં છે. યુએસ નેવીના યુદ્ધ જહાજો યુએસએસ નિમિટ્ઝ અને યુએસએસ રોનાલ્ડ રેગન આ વિસ્તારમાં ડ્યુઅલ કેરિયર ઓપરેશન ચલાવી રહ્યા છે.

ચીન સમુદ્ર પર મજબૂત ઘેરો

ચીનનું અસલ ઘેરો દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાંથી હશે. અમેરિકાએ આ વિસ્તારમાં વિયેટનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઇન્સ દેશો સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. ચીન સૈન્ય તાકાત બતાવીને આ દેશોને ધમકી આપતો રહે છે. આમાં, યુ.એસ.એ 1988 થી ફિલિપાઇન્સ સાથે કરાર કર્યો છે, જેમાં અમેરિકન યુદ્ધ જહાજો ફિલિપાઇન્સમાં કોઈપણ અવરોધ વિના પ્રવેશ મેળવે છે.

ચીનની ધમકી વચ્ચે વિયેટનામ ફરીથી યુએસની નજીક આવી ગયો છે

ચીનની ધમકી વચ્ચે વિયેટનામ ફરીથી યુએસની નજીક આવી ગયો છે અને તેના દરિયાકિનારાને સુરક્ષિત રાખવા માટે યુએસ નેવીનો ટેકો મળી રહ્યો છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા સાથે અમેરિકાના સંરક્ષણ સહયોગ પણ વધી રહ્યા છે. ચાઇનાએ તાઇવાન સામે લશ્કરી આક્રમણની જાહેરમાં ધમકી આપી હતી અને તેના લડવૈયાઓને મોકલ્યા હતા, જ્યારે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, દક્ષિણ કોરિયા અને જાપાનમાં યુ.એસ. સૈન્ય મથકો પહેલેથી જ ચીન અને તેના મિત્રો ઉત્તર કોરિયા સાથે વ્યવહાર કરવા માટે તૈયાર હતા.

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!