ચીનનું બેકાબુ રોકેટ ગમે ત્યારે ધરતી પર કોઈ શહેરમાં ભૂક્કા બોલાવી દેશે, પૃથ્વી પર ઝડપથી આગળ વધી રહેલું લોન્ગ માર્ચ 5b રોકેટ (Long March 5b rocket)ની પ્રથમ ફોટો જાહેર કર્યો છે. ઈટલી આધારીત વર્ચુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે આ લોન્ગ માર્ચ 5b રોકેટના કોર સ્ટેજનો ફોટો કોમોરામાં કેદ કર્યો છે. આ ફોટોગ્રાફમાં દેખાઈ શકો છો કે રોકેટનો હિસ્સો ચમકદાર નજરે આવી રહ્યો થે, માનવામાં આવી રહ્યુ છે કે આ રોકેટનો ભંગાર અમેરિકાના ન્યૂયોર્ક શહેર પર પડી શકે છે.

રોકેટનો ભંગાર અમેરિકાના ન્યૂયોર્ક શહેર પર પડી શકે છે
આ ચીની રોકેટ એ સમયે સમાચારમાં છવાઈ ગયું છે કે જ્યારે આ 21 ટનના આ રોકેટના આ અઠવાડીયે બેકાબૂ થઈને પૃથ્વી પર ક્રેશ થવાની જાણકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે તે વાતની સંભાવના છે કે આ રોકેટનો ભંગાર રહેણાંક વિસ્તાર વાળી જગ્યા પર પડે તેવી શક્યતા છે. રોકેટ અત્યંત તીવ્ર ગતીએ ધરતીની તરફ આગળ વધી રહ્યું છે. આ ફોટોગ્રાફમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે તેમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે વર્ચુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે બુધવારે 435 માઈલની ઉંચાઈ પર હાજર આ રોકેટનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે.

શનિવારે ધરતી પર ક્રેશ થવાની સંભાવના
દુનિયાભરની સ્પેસ એજન્સીઓ અને એસ્ટ્રોનોર્મસ લોન્ગ માર્ચ 5b રોકેટના માર્ગને ટ્રેક કરવાનો પ્રયત્ન કરી રહી છે, તેનું કારણ છે કે ધરતી પર ક્રેશ થવા પહેલાની તૈયારીઓ કરવાનું છે. અમેરીકી સરકારે ચેતાવણી આપી છે કે વર્તમાન જાણકારી એ વાત તરફ ઈશારો કરી રહી છે કે આ રોકેટ શનિવાર એટલે કે 8 મેના રોજ પૃથ્વી પર ક્રેશ થઈ શકે છે. અને તે દરમ્યાન ઘણા વિસ્તારો પર રોકેટનો ભંગાર પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન