GSTV
Home » News » ડોકલામમાં ચીનની ગતિવિધિ વધી, ભૂટાન ચિંતિત

ડોકલામમાં ચીનની ગતિવિધિ વધી, ભૂટાન ચિંતિત

ડોકલામમાં ચીન અને ભૂટાનને લઈને ફરીથી તણાવના આસાર દેખાવા લાગ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે, ચીને ફરી એકવાર ડોકલામમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ચીને ભારતના વિસ્તારો તરફ પોતાની સક્રિયતા વધારી નથી. પરંતુ ભૂટાન ચીનની આવી હરકતથી ચિંતિત છે. આ સંદર્ભે સ્થિતિ સ્પષ્ટ કરવા માટે ભૂટાને ચીન સાથે વાતચીત કરી છે.

રાજદ્વારી સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારે અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, ભૂટાનમાં ભારતના રાજદૂત વેટસાપ નમગિલે નવી દિલ્હીમાં ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈ સાથે 27 સપ્ટેમ્બરે મુલાકાત કરી છે. ડોકલામ ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓને લઈને ભૂટાન તરફથી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચીનના દૂતાવાસમાં આના સંદર્ભે લગભગ એક કલાક ચર્ચા કરવામાં આવી હતી.

ભૂટાન અને ચીનના રાજદૂતો વચ્ચેની બેઠક ડોકલામમાં ભારત અને ચીન દ્વારા સૈનિક વાપસીની ઘોષણાના લગભગ એક માસ બાદ યોજાઈ હતી. ભારત અને ભૂટાનનું આના સંદર્ભે સ્પષ્ટ વલણ છે કે, ડોકલામ ભૂટાનનો ભાગ છે. જ્યારે ચીન ડોકલામને પોતાનો હિસ્સો ગણાવે છે.

ઓક્ટોબરની શરૂઆતમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે, ડોકલામ ફેસ ઓફ સાઈટ પર હાલ કોઈ નવી ગતિવિધિ થઈ રહી નથી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ગત કેટલાક સપ્તાહમાં ચીનની ડોકલામ ખાતેની ગતિવિધિઓ ચાલુ છે. ચીને પોતાના રોડ નિર્માણનું કામ રોકી દીધું છે. પરંતુ તેમ છતાં અહેવાલોમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે ચીનની સેના ડોકલામથી આઠસોથી નવસો મીટર દૂર હાજર છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, ચીન સ્ટેન્ડઓફ વિસ્તારથી 10થી 12 કિલોમીટર સુધી રોડ નિર્માણનું કામ કરી રહ્યું છે. ભૂટાન અને ચીન નજીકના ભવિષ્યમાં સીમા વિવાદ પર લાંબી વાતચીત કરવાના છે. ભૂટાન-ભારત અને ચીનના ત્રિકોણીય વિસ્તાર પર કોઈપણ પ્રકારના નિર્ણયની અસર ત્રણેય દેશના સંબંધો પર પડે તેવી શક્યતા છે.

Related posts

વૈજ્ઞાનિકોએ કરોડો વર્ષ જુનાં આ જીવનાં અવશેષોની કરી શોધ, સમુદ્રની સાથે જમીન પર પણ હતા સક્ષમ

pratik shah

સોમવારે આ ખાસ સેરેમની બાદ શરૂ થશે બજેટનું પ્રિન્ટિંગ, વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા

Nilesh Jethva

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!