ચીન સાથે સરહદ પર ટકરાવ વચ્ચે ભારતમાં ચીનની પ્રોડક્ટસના બહિષ્કારની ઝુંબેશ પણ શરુ થઈ છે. જોકે ચીનની પ્રોડક્ટસે જે રીતે ભારતના દરેક ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે તેના આંકડા જોતા તો આ ઝુંબેશ કેટલીક અસરકારક સાબિત થઈ શકે તેના પર વિચાર કરવો પડે તેમ છે. શક્ય છે કે, લાંબા ગાળે જો મોટાભાગના ભારતીયો આ ઝુંબેશમાં જોડાય તો જ તેની ધારી અસર થઈ શકે તેમ છે. અલગ અલગ સેક્ટરમાં ચીનની પ્રોડકટ્સનો માર્કેટ શેર કંઈક આ પ્રમાણે છે.
દેશમાં સ્માર્ટફોનનુ બજાર 2 લાખ કરોડનુ છે. જેમાં 72 ટકા માર્કેટ પર હાલમાં ચીનની કંપનીઓનો કબજો છે. આમ આ એવુ માર્કેટ છે જેમાં ચીનથી પીછો છોડાવવો મુશકેલ છે.કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટના માર્કેટનુ ટર્ન ઓવર 12000 કરોડ રુપિયાનુ છે.જેમાં ચીનનો ફાળો 25 ટકા છે. જો ચીનના ઈક્વિપમેન્ટ બંધ કરી દેવામાં આવે તો તેના બદલામાં અમેરિકન અને યુરોપિયન ઈક્વિપમેન્ટ ખરીદવા મોંઘા પડી શકે છે.

ભારતમાં વર્ષે 25000 કરોડના વેચાય છે ટીવી
દેશના ટીવી માર્કેટ પર ચીને 45 ટકાનો કબ્જો હવે જમાવી દીધો છે. ભારતમાં વર્ષે 25000 કરોડ રુપિયાના ટીવી વેચાય છે. સ્માર્ટ ટીવી માર્કેટમાં ચીનની કંપનીઓનો ફાળો 45 ટકા અને પરંપરાગત ટીવી માર્કેટમાં સાત થી નવ ટકા છે. ચીન સિવાયની કંપનીઓના ટીવી ભારતના લોકોને 8 થી 10 ટકા મોંઘા પડી શકે છે.
દેશના હોમ એપ્લાયન્સિસના 50000 કરોડ રુપિયાના માર્કેટમાં ચીનની પ્રોડક્ટસનો ફાળો 10 થી 12 ટકા છે.આ સેગમેન્ટમાં ચીનની પ્રોડક્ટસથી છુટકારો મેળવી શકાય તેમ છે.

ઓટોમોબાઇલના સ્પેરપાર્ટ્સનું 4.27 લાખ કરોડનું બજાર
ઓટોમોબાઈલના સ્પેર પાર્ટસનુ દેશમાં 4.27 લાખ કરોડનુ બજાર છે. જેમાં ચીનની પ્રોડક્ટસનો ફાળો 26 ટકા છે. આ માર્કેટમાં ચીનના ઉત્પાદનનો વિકલ્પ શોધવો આસાન નથી. સિવાય કે ભારતીય કંપનીઓ ઘરઆંગણે આ જ વસ્તુઓનુ પ્રોડક્શન કરે.
દેશમાં સ્માર્ટ ફોન યુઝ કરનારા 66 ટકા લોકો ઓછામાં ઓછી એક એપ ચીનની વાપરે છે. આ એપનો મોહ ભારતીયોએ છોડવો રહ્યો.જેમ કે ટીક ટોક.90 ટકા સોલર માર્કેટ પર ચીનનો કબ્જો છે.હાલમાં સોલર એનર્જીનુ માર્કેટ 37196 મેગાવોટ છે. આ ક્ષેત્રમાં ભારતની મેન્યુફેક્ચરીંગ કંપનીઓ નબળી પૂરવાર થઈ છે. બીજા વિકલ્પ મોંઘા પડે તેમ છે.
દેશમાં વર્ષે 108 મેટ્રિક ટન સ્ટીલની ખપત થાય છે.જેમાં ચીનનો હિસ્સો 20 ટકા જેટલો છે. હજી પણ ભારત માટે આ સેક્ટરમાં ચીનની પકડ ઢીલી કરવાની તક છે. જોકે અહીંયા કિંમતનો પણ પ્રશ્ન આડે આવે છે.15000 કરોડના ફાર્મા સેક્ટરમાં ચીનની કંપનીઓની હિસ્સેદારી 60 ટકા છે. અહીંયા પણ ચીનના રો મટિરિયલથી છુટકારો મેળવવો મુશ્કેલ છે.
Read Also
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ