GSTV

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Last Updated on July 27, 2021 by Zainul Ansari

અમેરિકામાં પ્રભાવશાળી સાંસદ ડેવિન નનુસે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ગત સપ્તાહે તિબેટનો પ્રવાસ કરવો એ ભારત માટે જોખમ છે. શી જિનપિંગે અરુણાચલ પ્રદેશની નિકટના રણનીતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા તિબ્બતી શહેર ન્યિંગચીની મુલાકાત લીધી હતી. જિનપિંગે અહીંના સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તિબેટના વિકાસ યોજનાઓની સમીક્ષા કરી હતી.

રિપબ્લિકન સાંસદ ડેવિન નુનેસે કહ્યું કે ચીનના તાનાશાહ જીનપિંગ ગત સપ્તાહે ભારત સરહદ પાસે તિબેટનો પ્રવાસ કરી પોતાની જીતનો દાવો કર્યો હતો. મને લાગે છે કે, ગત 30 વર્ષમાં પ્રથમવાર ચીનના તાનાશાહ ત્યાં ગયા છે. આ ઘટના એક અબજથી વધુ વસ્તી ધરાવતા પરણાણું શક્તિવાળા ભારત માટે જોખમી વાત છે. ભારત માટે આ જોખમી વાત છે કે, ચીન એક મોટી જળયોજના વિકસિત કરશે, જેના કારણે ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ન્યિંગચીના પ્રવાસ દરમિયાન પણ બ્રહ્મપુત્ર નદી ખીણમાં પારિસ્થિતિક સંરક્ષણનું નિરીક્ષણ કરવા માટે તિબેટીમાં ‘ન્યાંગ રિવર બ્રિઝ’ ગયા હતા, જેને તિબ્બતની ભાષામાં ‘યારલુંગ જંગબો’ કહેવામાં આવે છે. ન્યિંગચી એ અરુણાચલ પ્રદેશની સરહદ તિબેટમાં એક પ્રાંત કક્ષાનું શહેર છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટના ભાગ રૂપે દાવો કરે છે. જોકે ભારત આ દાવાને ફગાવતા આવ્યો છે. ભારત-ચીન વચ્ચે 3,488 કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!