GSTV

ચીનના પ્રમુખ શી જિનપિંગને કોરોના વળગ્યો કે શું? એટલી ઉધરસ ખાધી કે ચાલુ કાર્યક્રમે લોકો આઘાપાછા થઈ ગયા

ચીનના પ્રમુખ શી જીનપીંગને પણ કોરોના થયો છે કે કેમ એવી અફવા ચીનમાં વહેતી થઇ હતી. એક અહેવાલ મુજબ જીનપીંગ હાલ બીમાર પડી ગયા છે. શેનઝેનમાં કમ્યુનિસ્ટ પાર્ટીના એક સમારોહમાં ચાલુ કાર્યક્રમે જિનપીંગને એટલી બધી ઊધરસ ચડી કે પક્ષના અન્ય કાર્યકરો અને મિડિયા મેન તરત આઘાપાછા થઇ ગયા હતા. જિનપીંગ સતત ઊધરસ ખાતા હતા. એ પોતાનું ભાષણ કરતાં કરતાં વારેવારે ઊધરસ ખાતા હતા. પરિણામે સરખું ભાષણ પણ કરી શકતા નહોતા.

મિડિયાના તમામ કેમેરા પ્રમુખથી દૂર થઇ ગયા હતા. જો કે કેમેરામાં જિનપીંગની ઊધરસના ખોંખારા સતત રેકોર્ડ થઇ રહ્યા હતા. આ ઘટના પછી તરત એવી અફવા અટકળો વહેતી થઇ હતી કે જિનપીંગ પોતે કોરોનાનો શિકાર થઇ ગયા હોય એવું લાગે છે.

હોંગકોંગના એક દૈનિકે તો લખી નાખ્યું કે જિનપીંગને એટલી બધી ઊધરસ આવી કે હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટીવ કેરી લેમ તરત તેમનાથી દૂર ખસી ગયા હતા. જિનપીંગ વારે વારે ઊધરસ ખાઇ રહ્યા હતા અને પાણી પી રહ્યા હતા.

ચીનના વુહાન પ્રાંતથી વહેતો થયેલો કોરોના અમેરિકી પ્રમુખ ટ્રમ્પ, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉન્સન ઉપરાંત બોલિવિયા, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને આર્મેનિયાના વડા પ્રધાન તેમજ રાષ્ટ્ર પ્રમુખને પોતાની ભીંસમાં લઇ ચૂક્યો હતો. હવે કદાચ એ પોતાના સર્જક જિનપીંગને વળગ્યો હતો એમ લાગે છે.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!