GSTV
Home » News » ડોકલામ મામલે ચીનની ધમકી : ભારત પાછુ હટે, સંયમની સીમા થઇ છે સમાપ્ત

ડોકલામ મામલે ચીનની ધમકી : ભારત પાછુ હટે, સંયમની સીમા થઇ છે સમાપ્ત

ચીન પોતાની સરકારી મીડિયાથી માંડીને સેના દ્વારા છાશવારે ડોકલામ વિવાદ પર ભારતને ટાર્ગેટ કરતું રહ્યું છે. જો કે આ વખતે ચીનની સેનાએ ડોકલામ પર ભારતને ધમકી આપી છે. ચીનની સેના તરફથી કહેવામાં આવ્યું છે કે સંયમની સીમા સમાપ્ત થઈ રહી છે અને ભારતે તાત્કાલિક અહીંથી પાછું હટવું જોઈએ.

ભારત તરફથી ડોકલામમાં શાંતિથી વાતચીતની તમામ કોશિશો છતાં ચીનનો ધમકી ભરેલો લહેજો યથાવત છે. પીપલ્સ લિબરેશન આર્મીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ચીન પોતાની સરહદની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અને પીએલએના કર્નલ રેન ગુઓકિયાંગ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીને સદભાવના દર્શાવતા આ મામલા પર હાલ કૂટનીતિક સમાધાનનો માર્ગ અખત્યાર કર્યો છે. પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે અને સંયમ સમાપ્ત થવા તરફ છે.

વિલંબ કરવાથી ડોકલામ સમસ્યાનો ઉકેલ થઈ જશે તેવા ભ્રમમાંથી ભારતે ખુદને બહાર કાઢવું જોઈએ. ચીનની જમીનને કોઈપણ દેશ લઈ શકે નહીં. ચીનની સેના પોતાની જમીન અને સાર્વભૌમતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

છેલ્લા 50 દિવસથી સિક્કમ સેક્ટર નજીક ભારત-ચીન-ભૂટાન વચ્ચેના ટ્રાઈજંક્શન પર તણાવ ચાલી રહ્યો છે. ભારત અને ચીનની સેનાઓ આમને-સામને છે. ચીન દ્વારા ડોકલામ મામલે સતત ધમકી ભરેલી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે.

તાજેતરમાં ભારત ખાતેના ચીની દૂતાવાસ તરફથી પંદર પૃષ્ઠોનું નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ડોકલામમાં ભારતની હાજરીને ખોટી ગણાવવાની કોશિશો કરવામાં આવી હતી. આ પહેલા ચીને બીજિંગમાં આવેલા વિદેશી દૂતાવાસો, સુરક્ષા પરિષદના કાયમી સદસ્ય દેશોના પ્રતિનિધિઓ અને જી-20 દેશોના પ્રતિનિધિઓને ડોકલામમાં ભારત વિરુદ્ધ નકલી પુરાવા રજૂ કરીને ભડકાવવાની કોશિશ કરી ચુક્યું છે.

જો કે  ગુરુવારે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં કહ્યું હતું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. ભારત-ચીન અને ભૂટાન આ મામલો વાતચીતથી ઉકેલ લાવશે.

 

Related posts

ટ્રમ્પે બાહુબલીનો એડિટેડ વીડિયો RE-Tweet કરી કહ્યું, ‘ભારતના મિત્રોને મળવા આતૂર છું…’

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!