ચીનમાં જો તમારો ચહેરો રાષ્ટ્રપતિ સાથે મળે છે, તો પછી તમે સોશિયલ મીડિયા પર આવી શકતા નથી. આવું જ ચીનના પ્રખ્યાત ઓપેરા સિંગર સાથે થયું છે. ઓપેરા સિંગરનો ચહેરો લગભગ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવો જ છે. તેથી, તેમના પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Chinese opera singer, 63, is censored on social media by Beijing because he looks too much like President Xi https://t.co/K7WfQl0w8K
— Daily Mail Online (@MailOnline) June 30, 2020
સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ
ચીનના પ્રખ્યાત ઓપેરા સિંગર લિઉ કેકિંગ(Liu Keqing)નો દેખાવ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળે છે. તેથી, ચીની સરકારે તેમના પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને કહેવામાં આવ્યું છે કે તમે ચીનના રાષ્ટ્રપતિના દેખાવનો લાભ લો છો.
કેટલીક વખત તેની ટીકા પણ થઈ હતી.
63 વર્ષિય લિઉને ટિકટોક વીડિયો બનાવવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. ચીનની રાષ્ટ્રપતિની પ્રતિષ્ઠા બચાવવા માટે લેવામાં આવેલા પગલા માટે કેટલીક વખત તેની ટીકા પણ થઈ હતી. પરંતુ તે ચીનની સરકારને તેનો કોઈ ફરક પડતો નથી. લિઉ કેકિંગ બર્લિનમાં રહે છે. તે સતત ટિક-ટોક વીડિયો બનાવી રહ્યો છે. જેમાં તે ઓપેરા ગાતો જોવા મળી રહ્યો છે. ટિક-ટોક પર તેના 41 હજાર ફોલોઅર્સ છે. ગયા વર્ષથી તેનું ખાતું Douyin ઘણી વખત બંધ કરાયું છે.

ઈમેજ વાયોલેશન કર્યુ છે
10 મેના રોજ લિઉએ એક વિડીયો મૂકીને કહ્યું કે તેનું ખાતું બંધ થઈ ગયું છે. તેની ઉપર સેન્સર લગાવી દેવામાં આવ્યું છે. કારણ કે તેઓએ ઈમેજ વાયોલેશન કર્યુ છે. ઓપેરા ગાયક લિઉ કેકિંગે લખ્યું પ્રિય મિત્રો, મારું Douyin એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે કારણ કે મારો ચહેરો રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળે છે. મેં ઘણી વખત ચીનની સરકારને મારી ઓળખ બતાવી છે. હવે હું ફરીથી મારું ખાતું ખોલવાની રાહ જોઈ રહ્યો છું.
અલગ Douyin એકાઉન્ટ બનાવ્યું
ચીનની સરકારનું આટલેથી પણ મન ન ભરાયુ તો,તો તેમણે છેલ્લો વિડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધો છે. લિયુએ ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું હતું કે તેણે એક અલગ Douyin એકાઉન્ટ બનાવ્યું છે. પરંતુ તે પણ થોડા સમય પછી ડિલીટ કરી દેવામાં આવ્યુ હતુ. તે જ રીતે ગયા વર્ષે એક ફૂડ વેન્ડર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કારણ કે તેનો ચહેરો પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળતો હતો.
READ ALSO
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?