GSTV

દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ

પ્રવર્તન નિર્દેશાલય (ED)એ ચીનના 2 નાગરિકોની મની લોન્ડરિંગના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. આ ચીની નાગરિકોનું નામ ચાર્લી પેંગ અને કાર્ટર લઈ છે. આ બંને ચીની નાગરિકો દિલ્હીમાં રહીને ચીની કંપનીઓ માટે મોટું હવાલા રેકેટ ચલાવી રહ્યા હતા. તેમને કારણે ભારત સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા હતા. ગત વર્ષે ચાર્લી પેંગના અનેક ઠેકાણાઓ પર આયકર વિભાગે પણ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તાજેતરમાં જ ચાર્લી પેન્ગ સામે એફઆઈઆર દાખલ કરી હતી.

ED

ચાર્લી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ

જણાવી દઈએ કે ED એ ચાર્લી વિરુદ્ધ ઓગસ્ટ મહિનામાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આટલા લાંબા સમયથી ED ચાર્લી પેંગના તમામ શંકાસ્પદ લેણદેણની તપાસ કરી રહી હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ચાર્લી પેંગ ન માત્ર ભારતમાં હવાલા રેકેટ ચલાવતો હતો પરંતુ તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામાની જાસૂસી પણ કરી રહ્યો હતો.

નકલી કંપનીઓ દ્વારા ચલાવતો હવાલા રેકેટ

ચાર્લી પેંગ નકલી કંપનીઓ બનાવીને હવાલા નેટવર્ક ચલાવી રહ્યો હતો. દિલ્હી એનસીઆરની સાયબર સિટી ગુરુગ્રામના સેક્ટર 59 ગોલ્ફ કોર્સ રોડ સ્થિત પર્મ સ્પ્રિંગ પ્લાઝાના સરનામે ચાર્લી ઈનવીન લોજિસ્ટિક્સ ઈંડિયા પ્રાયવેટ લિમિટેડ નામની કંપની રજીસ્ટર્ડ કરાવી હતી. પરંતુ, પ્લાઝાના મેનેજરના જણાવ્યા અનુસાર અહીં કોઈ ચીની કંપની હતી જ નહિ. આજ રીતે અનેક નકલી સરનામાઓ દ્વારા ચાર્લી શેલ કંપનીઓ ચલાવી પૈસાની લેણદેણ કરી રહ્યો હતો.

નકલી કંપનીઓ અંગે કરી પૂછપરછ

તપાસ એજન્સીઓએ ચાર્લીને દિલ્હી અને ગુરુગ્રામના એ ઠેકાણાઓ અંગે પૂછપરછ કરી જેના આધાર પર તેણે પોતાનું આધારકાર્ડ બનાવ્યું હતું અને ભારતમાં પોતાની નકલી કંપનીઓ રજીસ્ટર્ડ કરાવી હતી.

હવાલાના પૈસાનો જાસૂસીમાં ઉપયોગ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ચાર્લી પેંગએ હવાલા દ્વારા જે પૈસા મંગાવ્યા હતા તે તિબ્બતીઓને આપવામાં આવ્યા હતા અને શંકા છે કે તે તેનો ઉપયોગ જાસૂસી કામગીરી કરાવવા માટે  કરતો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ આયકર વિભાગે તેમને લગભગ 24 જેટલા તિબ્બતીઓના નામ આપ્યા છે જેમાં સામે આવ્યું છે કે કેટલાંક લોકો દિલ્હીના છે બાકીના દક્ષીણ ભારતમાં રહે છે. તેમની સાથે પણ ચાર્લી પેંગ રૂપિયાની લેણદેણ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

LIVE: કમલમમાં ભવ્ય ઉજવણી/ અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આપી પ્રથમ પ્રતિક્રિયા

pratik shah

ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ, દિગ્ગજ નેતાઓના સગાસંબધીઓ ચૂંટણીમાં હાર્યા: જનતાએ આપ્યો જાકારો

pratik shah

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના હોમટાઉન વિરમગામમાં પંજાનો સંપૂર્ણ સફાયો, એકપણ ઉમેદવાર ના જીતી શક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!