GSTV
Gujarat Government Advertisement

બાંગ્લાદેશ બોર્ડર પરથી ચીની જાસૂસ પકડાયો : ગુરૂગ્રામમાં ધરાવે છે હોટલ, પકડાઈ આ વસ્તુઓ

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની વચ્ચે ગુરૂવારે બીએસએફએ એક ચીની નાગરીકની બાંગ્લાદેશ બોર્ડર પરથી ધરપકડ કરી હતી. આ ચીની નાગરીક ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં દાખલ થઇ રહ્યો હતો. ત્યારે હવે પૂછપરછ બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે આ ચીની નાગરીક એક જાસૂસ છે. જેનું નામ હાન જુનવઇ છે.

જે ખોટા ઇરાદા સાથે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યો હતો. તેના એક સાથીની થોડા સમય પહેલા જ યુપી પોલીસની એન્ટી ટેરર સ્કવોડે ધરપકડ કરી હતી. હાન જુનવે પોતે અને તેની પત્ની પણ આ કેસમાં સહ આરોપી છે. પૂછપરછમાં હાન જુનવેએ ખુલાસો કર્યો કે તેનો સાથી દર મહિને ભારતમાંથી 10થી 15 સીમ કાર્ડ ચીન મોકલતો હતો.

તેની ગુરૂગ્રામમાં એક હોટલ છે જેમાં બીજા ઘણા ચીની નાગરીકો કામ કરી રહ્યા છે. બીએસએફએ આ ચીની ઘૂસણખોર પાસેથી ચીની પાસપોર્ટ, લેપટોપ, મોબાઇલ. સીમ કાર્ડ, પેનડ્રાઇવ, બેટરી સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પહેલી વખત વર્ષ 2010માં હૈદરાબાદ આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!