GSTV
India News ટોપ સ્ટોરી

ચીનની અવળચંડાઇની અસર ભારતમાં ચીનના મોબાઈલ બજાર પર, આટલો ઘટ્યો ધંધો

કોરોના લોકડાઉનને પગલે સપ્લાય ચેઇનમાં અવરોધ અને ચીનનો વધતા વિરોધને પગલે ચાલુ વર્ષના એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં ભારતમાં ચીનના મોબાઇલનો બજાર હિસ્સો 81 % થી ઘટીને 72 % થયો છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ચીની કંપનીઓના મોબાઈલના ધંધામાં ઘટાડો

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર ભારતમાં ઓપ્પો, વીવો અને રિયલમીનો નોંધપાત્ર બજાર હિસ્સો હતો પરંતુ એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં તેમના બજાર હિસ્સામાં ઘટાડો જોવા મળ્યો છે.

મોબાઈલ

એપ્રિલ જૂનમાં વેચાયા 51% ઓછા મોબાઈલ

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલથી જૂન સુધીમાં કવાર્ટરમાં ભારતમાં 1.8 કરોડ મોબાઇલ વેચાયા હતાં. જે ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 51 % ઓછા છે.

આ મોબાઈલ કંપનીઓના વેચાણમાં ઘટાડો

એપ્રિલ અને મે મહિનામાં લોકડાઉનને પગલે મોબાઇલના વેચાણમાં આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટરમાં શાઓમીનો બજાર હિસ્સો 30 %, વિવોનો 17 %, રિયલમીનો 14 %, ઓપ્પોનો 12 % અને સેમસંગનો 16 % હતો.

MUST READ:

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV