GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

દેશ પ્રેમની વાતો, પણ વેચાય છે સૌથી વધુ ચાઈનિઝ મોબાઈલ ફોન

ચાઈનિઝ

લોકો દેશપ્રેમની વાતો કરે છે, પરંતુ ચીની માલ સામગ્રી પણ મોટે પાયે ખરીદે છે. એપ્રિલ-મે-જૂન દરમિયાનના 3 મહિનામાં સૌથી વધુ 22 ટકા મોબાઈલ ફોન ચાઈનિઝ કંપની શાઓમીના વેચાય છે. ભારતમાં આ ત્રણ મહિનામાં જેટલા મોબાઈલ વેચાયા એમાં સૌથી વધુ હિસ્સો ચાઈનિઝ કંપનીનો છે.

બીજા નંબરે સૌથી વધારે ફોન સેમસંગના વેચાયા છે. સેમસંગનો માર્કેટ શેર 20 ટકા છે. ત્રીજા નંબરે વીવો છે, જેનું વેચાણ 16 ટકા છે.ચોથા નંબરે ઓપો છે, જેનું વેચાણ 15 ટકા છે જ્યારે રીઅલમી કંપનીનું વેચાણ 10 ટકા છે.

ચાઈનિઝ

આ રીતે પાંચ ચાઈનિઝ કંપનીઓએ મળીને ભારતમાં 63 ટકા ફોન વેચ્યા છે. ચાઇનિઝ કંપનીઓ ફોન વેચવા ઉપરાંત ભારતમાં ટેક્સ ચોરી પણ કરે છે. આપણે ચાઈનિઝ ફોન ખરીદીએ એટલે આપણે પણ આડકતરી રીતે એ ટેક્સચોરીના હિસ્સેદાર બનીએ છીએ.

ચાઈનિઝ કંપનીઓ ભારતીયોનો ડેટા ભેગો કરતી હોવાના આક્ષેપો વારંવાર થયા છે અને ભારત સરકારે અનેક મોબાઈલ એપ્સ પર પહેલેથી પ્રતિબંધ મુકી દીધો છે. ચાઈનિઝ મોબાઈલ કંપનીઓ ભારતમાં મોબાઈલ વેચીને તેમાંથી મળતા પૈસા પોતાના દેશમાં ઢસડી જાય છે. ભારતને તેનો પુરતો ટેક્સ મળતો નથી. માટે હવે ચીની કંપનીઓના ભારતીય કાર્યાલયો પર સરકારના દરોડા પડી રહ્યા છે.

READ ALSO

Related posts

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed
GSTV