GSTV

ભારતનો નોટબંધીનો નિર્ણય ‘પગ પર કુહાડી મારવા’ સમાન : ચીન

Last Updated on June 27, 2017 by

ભારતના જીડીપી વિકાસ દરમાં આવેલા ઘટાડા પર ચીની મીડિયાએ કટાક્ષ કર્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભારતના વિકાસદરમાં 6.1 સુધીનો ઘટાડાનું કારણ નોટબંધી જેવા નિર્ણયો છે.

ચીની મીડિયાએ વધુમાં લખ્યું કે આ પ્રકારનો નિર્ણય પોતાના પગ પર કુહાડી મારવા જેવો જ હતો. ચીનના મુખ્યપત્રના સંવાદદાતા શિયાઓ શિને લખ્યું કે એવું લાગે છે કે ડ્રેગન અને હાથીની રેસમાં ભારત પાછળ પડ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થામાં અપ્રત્યાશિત ઘટાડાથી ચીન ફરી એકવખત વિશ્વની સૌથી તેજીથી ઉભરતી અર્થવ્યવસ્થા બની ગયું છે.

શિને સાથે જ લખ્યું કે આ તથ્ય એવું પણ દેખાડે છે કે અર્થવ્યવસ્થા પર નોટબંધીની કેટલી ખરાબ અસર જોવા મળી છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે રોકાણ વધારાવા માટે વધુ પ્રભાવી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

સામાન્ય વહીવટ વિભાગના આ અધિકારીઓને કરાયા વધારાના ચાર્જથી મુક્ત, ખાલી જગ્યાઓ પર કરાઈ નવા અધિકારીઓની નિમણુક

Zainul Ansari

વાઇરલ વિડીયો / જ્યારે વરરાજાને લેવા પોતે કાર લઈને નીકળી પડી કન્યા, ‘સ્વૈગ’ બતાવતા આ રીતે દોડાવી કાર

Vishvesh Dave

સોશિયલ મીડિયા પર પોસ્ટ ‘લાઇક’ને લઇ પતિ-પત્ની વચ્ચે બબાલ, વડોદરાથી સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!