GSTV
Home » News » ખંધુ ચીન ફરી મોદી સરકાર પર ઓળઘોળ પણ સરકારના વિકાસના ગાણાં પર ન થયું સહમત

ખંધુ ચીન ફરી મોદી સરકાર પર ઓળઘોળ પણ સરકારના વિકાસના ગાણાં પર ન થયું સહમત

ચીનના સરકારી મીડિયા એ ફરી એક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે પણ ભારતના ગ્રોથ રેટના આંકડા પર સવાલો પણ ઉઠાવ્યા છે. ચીની મીડિયાના કહેવા પ્રમાણે ચીન ભારતથી બહુ આગળ નિકળી ગયુ છે.ભારતની ઈકોનોમી 2.8 ટ્રિલીયન તો ચીનની ઈકોનોમી 13.6 ટ્રિલીયન છે. ભારતે ગ્રોથ રેટ અનેકગણો વધારવો પડશે.ભારતનો જીડીપી ગ્રોથ રેટ ભલે પાંચ વર્ષમાં 6.7 ટકાથી ઉપર હોય પણ સરકારે જીડીપીને ગણવા માટેની રીત અને આધાર બદલી નાંખ્યા છે. આથી નવા ગ્રોથ રેટના આંકડા શંકા ઉપજાવે છે.

જો કે અખબારે સ્વીકાર્યુ છે કે, છેલ્લા કેટલાક વર્ષ ભારતની ઈકોનોમી માટે ફાયદાકારક રહ્યા છે.જેમ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો. જેનાથી ભારતને ફાયદો થયો  છે. મોદીએ આર્થિક સુધારા માટે જે પગલા ભર્યા છે તેનાથી લાંબા ગાળે ભારતની ઈકોનોમીને ફાયદો થશે. જોકે નોટબંધી અને જીએસટીના કારણે ટુંકા સમયગાળા માટે તેની નેગેટિવ અસર પણ જોવા મળી રહી છે.

ગ્લોબલ ટાઈમ્સના મતે મેન્યુફેકચરિંગ સેક્ટર એકલુ જ બે દેશો વચ્ચેના અંતરને દર્શાવવા કાફી છે. ચીન પાસે આ સેક્ટર માટે પોતાના ઉપાયો છે. જ્યારે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો સર્વાંગી વિકાસ નથી થયો. જેનાથી ભારતમાં આ સેક્ટર મજબૂત નથી લાગતુ. ભારતે વિદેશી રોકાણ વધારવા માટે તેમજ લેબરને લગતા અને જમીનને લગતા કાયદામાં ઘણા સુધારાની જરૂર છે.

ભારત પાસેના લેબર ફોર્સની ગુણવત્તા પણ સારી નથી.જેનાથી મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે ફાર્મ્યુસ્ટિકલ સેક્ટરમાં ભારતે ખાસી પ્રગતિ કરી છે. હવે વિદેશી કંપનીઓ મોટા પાયે સ્માર્ટ ફોનનુ પણ પ્રોડક્શન ભારતમાં કરી રહી છે.

READ ALSO

Related posts

ચીન સરહદે ઇન્ડિયન આર્મી-એરફોર્સે દેખાડ્યો દમ, ધરાથી નભ સુધી કર્યો શ્વાસ થંભાવી દે તેવો યુદ્ધાભ્યાસ

Riyaz Parmar

નવી એક્ટિવા લઈ છોકરો નીકળ્યો તો ખરો, પણ એક્ટિવા કરતાં ડબલ ભાવનો મેમો ફાટી ગયો

pratik shah

જેણે મોદીને વિજય અપાવ્યો હતો તે ફરી એક વખત નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવી શકશે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!