નેપાળની જમીન પર ચીને ઘૂસણખોરી કરીને નવી ઈમારતો ઉભી કરી દીધા બાદ નેપાળમાં ચીનનો પ્રચંડ વિરોધ શરુ થઈ ગયો છે. નેપાળમાં ચીનના દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કર્યા હતા અને ગો બેક ચાઈનાના નારા પણ લગાવ્યા હતા. લોકો માંગણી કરી રહ્યા છે કે, નેપાળની જમીન પર ઘૂસણખોરી કરવાનુ ચીન બંધ કરી દે. દેખાવકારોએ ચીન સાથેની જુની સંધિ લાગુ કરવાની પણ માંગ કરી હતી.

નેપાળના પીએમ ચીનના રાષ્ટ્રપતિ સાથે દોસ્તી મજબૂત કરવામાં પડ્યા છે
નેપાળના પીએમ ઓલી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે પોતાની દોસ્તી મજબૂત કરવામાં પડ્યા છે અને ચીન નેપાળની પીઠમાં ઘુસખોરી સ્વરુપે ખંજર હુલાવી રહ્યુ છે. ચીને નેપાળના હુમલા વિસ્તારમાં 8 બિલ્ડિંગો ઉભી કરી દીધી છે. નેપાળી મીડિયામાં આ તસવીરો વાયરલ થયા બાદ ઓલી સરકાર પર દબાણ વધી રહ્યુ છે. સ્થાનિક જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓની નજર આ બિલ્ડિંગો પર પડી હતી અને એ પછી તેમણે નેપાળના વિદેશ મંત્રાલયને આ બાબતની જાણકારી આપી હતી.
Read Also
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ