GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

લદ્દાખમાં ચીનની બેધારી નીતિની પોલ ખુલી, સરહદ નજીક ચીનના ફાઇટર વિમાનો જોવા મળ્યાં

લદ્દાખમાં સરહદ પર ભારત-ચીન વચ્ચે તણાવના મામલે હવે એવી જાણકારી મળી છે કે, લગભગ 100થી 150 કિલોમીટર દૂર બેઝમાં ચીને 10થી 12 ફાઇટર વિમાન ગોઠવી દીધા છે. ભારતીય સેના આ ફાઇટર વિમાન (જે-11 અને જે-7) પર નજર નાંખી રહી છે, જે હોતોં અને ગાગુંસા બેઝમાં છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, આ 10થી 12 વિમાન ભારતીય સરહદની નજીક ઉડાન ભરતા જોવા મળે છે. સેના ચીનના વિમાનોની દરેક હિલચાલ પર બાજનજર રાખી રહી છે. એવું જણાવવામાં આવે છે કે, આ વિમાનો લડાખ વિસ્તારમાં સરહદથી 30થી 35 કિલોમીટર નજીક ઉડાન ભરતા જોવા મળે છે. જોકે આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ કોઈ પણ દેશની સરહદમાં 10 કિલોમીટરની અંદર સુધી મંજૂરી વિના અન્ય દેશનું વિમાન પ્રવેશી ન શકે અને ચીનના વિમાનો એનાથી દૂર ઉડાન ભરી રહ્યાં છે.

ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી

જ્યારે મે મહિનામાં ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે ભારતની સેનાએ સુખોઈ-30 એમકેઆઈને તૈયાર કરી લીધું હતું. ગયા વર્ષે પણ 6 પાકિસ્તાની જેએફ-17 વિમાનની હિલચાલ જોવા મળી હતી, જેણે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના સ્કાર્ડુથી ઉડાન ભરી હતી. આ વિમાનોએ શાહીન-8 નામની એક કવાયતમાં ભાગ લીધો હતો.

બંને સેનાઓ સજ્જ

સૈન્ય સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત અને ચીનની સેનાઓ પોતાના બેઝમાં હથિયાર અને યુદ્ધનાં મેદાનમાં ઉપયોગ થતી ટેંક અને અન્ય સામગ્રીઓ લાવી રહી છે. આર્ટિલરી ગન પર બેઝ પર લાવવામાં આવે છે. છેલ્લાં 25 દિવસથી બંને સેના વચ્ચે તણાવની સ્થિતિ છે. એક તરફ બંને દેશોની સેનાઓ પોતાની યુદ્ધક્ષમતાઓ વધારી રહી છે, તો બીજી તરફ મિલિટ્રી અને કૂટનીતિના સ્તરે વાતચીતથી સમાધાનનો પ્રયાસ ચાલુ છે. ચીનની સેના આર્ટિલરી ગન અને કોમ્બેટ વ્હિકલ પૂર્વ લડાખમાં એલએસી (વાસ્તવિક નિયંત્રણ રેખા)ની નજીક લાવી છે, તો ભારતીય સેનાએ પણ સરહદ નજીક પોતાના બેઝ પર ચીનની સેનાને ટક્કર આપવાને યોગ્ય હથિયાર અને ટેંક ખડકી દીધા છે. એટલું જ ભારતીય વાયુદળ પણ આ વિસ્તાર પર સતત નજર રાખી રહી છે.

સેટેલાઇટ તસ્વીરોમાં ચીનની પોલ ખુલી

અગાઉ સેટેલાઇટ તસ્વીરોમાં ચીનની બેધારી નીતિ સામે આવી હતી. ચીને લડાખ વોર મોડલને હેલન શન વિસ્તારમાં રીક્રિએટ કર્યું હતું, જેથી એનો સારી રીતે અભ્યાસ કરી શકાય અને પોતાના સુરક્ષા દળોને સંભવિત હુમલા માટે તાલીમ આપી શકાય. આ વિસ્તારમાં સુરક્ષા દળ, હેલિપેડ, પાવર પ્લાન્ટ યુનિટ, પીએલએ કેમ્પ અને મોટી ટ્રકો જોવા મળે છે. એક તરફ ચીન શાંતિની વાતો કરે છે, તો બીજી તરફ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

READ ALSO

Related posts

સાઉથ ચાઈના સીમા ચીન સામે હવે અમેરિકાની નેવીનો યુદ્ધ અભ્યાસ, બે જંગી એરક્રાફ્ટ કેરિયર ઉતાર્યા

Harshad Patel

શ્રુતિ હસનને સલૂનમાં જવું ક્યારેય પસંદ નથી,ફોટો શેર કરીને જણાવ્યુ કારણ

Mansi Patel

કાનપુર: ચૌબેપુરના SHO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબે સાથે મીલીભગત હોવાના આક્ષેપો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!