GSTV

ભારત સરકાર ચીની કંપનીઓને આપશે ઝટકો, 300 ચીજ વસ્તુઓ થશે મોંઘી

આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ચીની માલ સામાન પરની ડ્યૂટી વધારવાનું વિચારી ચૂકી છે એવી જાણકારી મળી હતી.અત્યારે ચીની માલસામાન ઘણો સસ્તો મળે છે. ખાસ કરીને ચીની રમકડાં, ચીની પગરખાં અને ચીની મોબાઇલ ફોન ખૂબ સસ્તાં મળે છે. એને કારણે ઘરઆંગણે કંપનીઓને ભારે નુકસાન સહેવું પડે છે.

કેન્દ્રના વેપાર વાણિજ્ય મંત્ર્યાલયે આ બાબતે વડા પ્રધાન કાર્યાલયને એક કરતાં વધુ વખત વાકેફ કર્યું હતું. હવે મળતી માહિતી મુજબ આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ચીની માલસામાન પર ડ્યૂટી વધારી દેશે એટલે એ માલ સામાન પહેલાં જેવો સસ્તો નહીં રહે.

વેપાર વાણિજ્ય મંત્ર્યાલયની સાથોસાથ નાણાં મંત્ર્યાલયે પણ વડા પ્રધાન કાર્યાલય સાથે મળીને 300 ચીની આઇટમો પસંદ કરી છે જેના પર ડ્યૂટી વધતાં એ પહેલાં જેવી સસ્તી નહીં રહે. ઘરઆંગણે ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓને અત્યાર સુધી થયેલી ખોટ સરભર કરવાના પ્રયાસ રૂપે આ પગલું લેવાશે.નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરવાનાં છે એમાં આ પ્રસ્તાવને સમાવી લેવાનાં છે એમ જાણકાર વર્તુળોએ કહ્યું હતું.

એક ભલામણ એવી છે કે વિદેશથી આયાત થતાં તમામ રમકડાં પર 100 ટકા ડ્યૂટી લાદવી જોઇએ. હાલ વિદેશી રમકડાં પર ફક્ત વીસ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. એજ રીતે વિદેશી શૂઝ પર 10થી 15 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. શૂઝ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 40 ટકા કરી દેવામાં આવશે.

READ ALSO

Related posts

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

Mansi Patel

VIDEO: જેકી શ્રોફની લાડલી દિકરીનો બિકનીમાં આવ્યો વીડિયો, બોયફ્રેન્ડ સાથે માણી રહી છે હળવાશની પળ

Pravin Makwana

29 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેશે રિયા અને શોવિક, નહી મળે જમાનત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!