GSTV
India News Trending

ચીની વિદેશ મંત્રાલયે માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા મુદ્દે સેવ્યું મૌન, મિડિયાના સવાલોથી રહ્યાં દુર

પ્રેસ કોન્ફરન્સ દરમયાન મિડિયાએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆનને 6 પ્રશ્નો પુછવામાં આવ્યાં હતાં. પણ આમાંથી એક પણ પ્રશ્નનો સીધો જવાબ આપ્યો ન હતો. તે માત્ર એક જ વાત કરતો રહ્યો કે આ વિવાદ વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે હલ થશે. તેમણે આ અથડામણમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા તેની માહિતી પણ આપી નથી.

ચીન

વિવાદ વાતચીત દ્વારા શાંતિપૂર્ણ હલ લાવશે

ઝાઓએ મિડિયાના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. એક પત્રકારે સવાલ ઉઠાવ્યો કે શું ચીન ભારત-ચીન સરહદ પર તેના પ્રવાહને રોકવા માટે ગલવાન નદી પર ડેમ બનાવી રહ્યું છે. ઝાઓએ આ સવાલનો જવાબ આપ્યો નહીં. આ સિવાય જ્યારે ગલવાન ખીણમાં અથડામણનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ઝાઓએ આ માટે ભારતીય પક્ષને દોષી ઠેરવતા કહ્યું કે તેમાં તેનો કોઈ હાથ નથી.

ભારતીય સૈનિકોએ બંને પક્ષોના કરારને તોડ્યાં હોવાનો કર્યો આક્ષેપ

વાતચીત દરમિયાન ઝાઓએ ફરીથી ભારત પર એલએસી પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણનો આરોપ લગાવ્યો હતો. તેમણે ગાલવાન ખીણમાં હિંસક અથડામણ વિશે કહ્યું – ચીને વારંવાર કહ્યું છે કે આ ઘટના એટલા માટે થઇ છે કારણ કે ભારતીય સૈનિકોએ બંને પક્ષો વચ્ચેના કરારને તોડ્યો છે.

Related posts

વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન

Siddhi Sheth

ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર

Hina Vaja

Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ

Siddhi Sheth
GSTV