GSTV

ચીનના વિદેશપ્રધાને ભારત-ચીનના સંબંધો મજબૂત કરવા પર આપ્યો ભાર

છેલ્લા કેટલાંક સમયથી ચીન અને ભારતની વચ્ચે કેટલાક નવા વિવાદ ઉત્પન્ન થયા છે. જેમાં સરહદને લઇને ડોકલામ વિવાદ અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જેવા મુદ્દાઓ સામેલ છે. સરહદ પર ચીન ભારતને ઘેરવાની રણનીતિ બનાવે છે. જ્યારે ચીનના નેતા દોસ્તીની ડાહ્યી ડમરી વાતો કરી રહ્યા છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ ઇએ જણાવ્યું છે કે ભારત અને ચીને લડવાના બદલે મિત્ર બનવું છે. તેમણે કહ્યું કે, જો ભારત ઇચ્છે તો હિમાલય પણ બંને દેશોની દોસ્તીને રોકી શકે નહીં. ભારત અને ચીન એક અને એક 11 છે.

ચીનની સેના દ્વારા ડોકલામ હોય કે લદ્દાખ. તમામ સ્થળોએ ભારતની સરહદની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. જેથી આ વિસ્તારોમાં તંગદિલી વધી છે. તેવામાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ભારત સમક્ષ દોસ્તીના સૂર રેલાવ્યા છે. સંસદીય સત્ર દરમિયાન વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વાંગ યીએ જણાવ્યું કે, કેટલીક પરેશાનીઓ અને મુશ્કેલીઓ છતાં ભારત અને ચીનના પોતાના આપસી સંબંધોમાં સુધારો નોંધાયો છે.

તેમણે કહ્યું કે, ચીન પોતાના અધિકારો અને હિતોનું ધ્યાન રાખવાની સાથે ભાકતની સાથે પોતાના સંબંધોને પણ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. ચીની અને ભારતીય નેતાઓએ ભવિષ્યમાં બંને દેશોના સંબંધોને લઇને એક ડિપ્લોમેટીક વિચારણા બાંધી લીધી છે. ચીની ડ્રેગન અને ભારતીય હાથીને લડવું ન જોઇ પરંતુ સાથે રહીને સંબંધ મજબૂત કરવો જોઇએ. જો બંને દેશ સાથે રહેશે તો એક અને એક બે નહીં પરંતુ 11 થઇ જશે. વાંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે અને આ સ્થિતિમાં ચીન-ભારતે એકબીજાને સપોર્ટ કરવો જોઇએ કે જેથી બંને દેશોની વચ્ચે શંકા અને વિવાદ ખતમ કરી શકાય. જો બંને દેશો એકબીજા ઉપર ભરોસો કરશે તો હિમાલય પણ આપણી દોસ્તીને નહીં રોકી શકે.

ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના જવાબમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજી મુદ્દે વાંગે જણાવ્યું કે આવા ચર્ચામાં રહેનારા આઇડીયાની કોઇ અછત નથી. જો કે સમુદ્રના ફીણ જેવા છે જે થોડા સમયમાં ખતમ થઇ જશે. વાંગે જણાવ્યું કે આપણે તે વાત ભૂલવી ન જોઇએ કે ઓબીઓઆર પ્રોજેક્ટને 100થી વધુ દેશોએ સપોર્ટ કર્યો છે. આજકાલ દેશોની વચ્ચે કોલ્ડ વૉર જેવી વાતો જૂની થઇ ચુકી છે અને માર્કેટમાં તેનું કોઇ સ્થાન નથી.

ચીન સીપેક યોજના હેઠળ વિવાદિત પીઓકેમાંથી રસ્તો કાઢી રહ્યું છે. જેની સામે ભારતને વાંધો છે. આ ઉપરાંત આતંકી સંગઠન જૈશના વડા મસૂદ અઝહરને યુએનમાં આતંકવાદી જાહેર કરવાની કોશિશો સામે પણ ચીન અડંગો લગાવી રહ્યું છે. તેવામાં ચીનના વિદેશ પ્રધાનની દોસ્તીની વાતો એક તરફી જણાઇ રહી છે.

Related posts

પાકિસ્તાનમાં તબાહી મચાવી શકે છે Corona, કારણ જાણી ચોંકી ઉઠશો

Arohi

ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર : કોરોના રોકવામાં રૂપાણી સરકારને મળી રહી છે સફળતા, 10 દર્દીઓ સાજા થયા

Karan

અઢી કલાકમાં જ આવશે કોરોનાનો રિપોર્ટ, 1200 રૂપિયાની કીટને સરકારની લીલીઝંડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!