ચીનમાં ટાર્ગેટ ન પૂરો થાય તો યૂરિન પીવાની અને વંદા ખાવાની અપાય છે સજા, વાંચશો તો ચોંકી જશો

ઓફિસમાં ટારગેટ પૂર્ણ ન થાય તો સજા તરીકે પગાર કાપવામાં આવે તેવી ફરિયાદ અનેક કર્મચારી કરતાં હોય છે. પરંતુ ચીનની એક કંપનીના કર્મચારી જો ટારગેટ પૂરા ન કરે તો તેને જે સજા આપવામાં આવે છે તેના વિશે જાણી તમે ધ્રુજી જશો. આ કંપનીના કર્મચારીને બધા વચ્ચે માર મારવામાં આવે છે અને તેની સાથે અન્ય ઘૃણાસ્પદ કામ કરવામાં આવે છે. 

આ હરકતનો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરાયો

ચીનની Guizhou નામની કંપનીમાં કર્મચારી જો કામ માટે મોડા પડે કે તેના ટારગેટ પૂરા ન કરે તો તેને અન્ય કર્મચારીઓ સામે યૂરીન પીવાની અને વંદા ખાવાની સજા કરવામાં આવે છે. આ કંપનીમાં અનેક કર્મચારીઓ આ સજા ભોગવી ચુક્યા છે. આ અંગે મળતી માહિતીનુસાર કર્મચારી ટારગેટ સમયસર પૂરા ન કરે તો તેમને બેલ્ટથી મારવા, પગાર અટકાવી દેવો, દંડ વસુલવા જેવી સજા કરવામાં આવે છે. જો કે આ હરકતનો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો વાઈરલ થતા લોકો કંપનીની આલોચના કરી રહ્યા છે. 

આ કંપનીમાં યુવતીઓને પણ આવી જ સજા કરવામાં આવે છે. એટલું જ નહીં જો કોઈ કર્મચારી ફોર્મલ કપડા ન પહેરે તો પણ તેને 50 યાનનો દંડ કરવામાં આવે છે. કેટલાક કર્મચારી આ વર્તનના કારણે નોકરી છોડીને જતા પણ રહે છે. કંપનીના ત્રણ મેનેજર સ્ટાફ સાથે આવું વર્તન કરે છે. જો કે તેના માટે તેમને જેલની સજા પણ થઈ ચુકી છે તેમ છતાં કંપનીનું વલણ કર્મચારીઓ તરફ બદલ્યું નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter