GSTV
India News ટોપ સ્ટોરી

કપટી ડ્રેગનની મેલી મુરાદ! ભારતને ઉશ્કેરવાના પ્રયાસમાં ચીન, ભારતીય સરહદની નજીક રોજ ઉડી રહ્યા છે ચીની ફાઈટર જેટ

પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણ નજીક સ્થિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે વર્ષથી તણાવ પ્રવર્તી રહ્યો છે.. જો કે, આ મડાગાંઠને ઉકેલવા માટે બંને સેનાઓ વચ્ચે અનેક સ્તરની વાતચીત થઈ છે. પરંતુ સંવાદનો માસ્ક પહેરીને ચીન પોતાની નાપાક યોજનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરતું રહે છે. ચીનના નવા નાપાક કૃત્યો અંતર્ગત આ દિવસોમાં પૂર્વ લદ્દાખ એલએસી નજીક ચીનના ફાઈટર જેટ દરરોજ ઉડાન ભરી રહ્યા છે.

ચીન

ચીનના ફાઈટર જેટ્સ આ ફ્લાઈટ્સથી ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ચીનના ફાઈટર જેટ્સ આ ફ્લાઈટ્સથી ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીની ફાઈટર જેટ્સનું આ કૃત્ય છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી સતત ચાલી રહ્યું છે. છેલ્લા ત્રણથી ચાર અઠવાડિયાથી ચીનના ફાઈટર જેટ  LACની ખૂબ નજીકથી ઉડાન ભરી રહ્યા છે. આ એક્શન દ્વારા ચીની ફાઈટર જેટ આ વિસ્તારમાં ભારતીય સેનાની તૈયારીઓ અંગે જાસૂસી કરી રહ્યા છે.

ભારતીય વાયુસેનાએ મિરાજ અને મિગ-29 તૈનાત કર્યા

ચાઈનીઝ ફાઈટર જેટ પોતાની ફ્લાઈટ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ભારત સરકારના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, J-11 સહિત અન્ય ચીની ફાઈટર જેટ LAC નજીક ઉડાન ભરી રહ્યા છે. જેઓ પ્રાદેશિક 10 કિલોમીટર કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર લાઇનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ભારતીય વાયુસેના ચીની ફાઈટર જેટ્સની આ હરકતોને લઈને જવાબદારીપૂર્વક વર્તી રહી છે. જે અંતર્ગત ભારતીય વાયુસેના આ ધમકીઓને કારણે વિસ્તારની સ્થિતિને બગાડવા માંગતી નથી. પરંતુ, ભારતીય વાયુસેનાએ ચીની ફાઈટર જેટની આ ઉશ્કેરણીજનક હરકતોનો સામનો કરવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. ભારતીય વાયુસેનાએ ચીનને મિનિટોમાં જવાબ આપવા માટે આ વિસ્તારમાં મિરાજ 2000 અને મિગ-29 તૈનાત કર્યા છે.

પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં સ્થિત LAC પર મે 2020થી ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. તે દરમિયાન બંને સેનાઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં અનેક ચીની સૈનિકો માર્યા ગયા હતા. ત્યારપછી બંને સેનાઓએ બંને તરફથી મોરચો સંભાળી લીધો છે. જોકે, ચીન તરફથી સરહદ નજીકના તેના વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ભારતે પણ સરહદની નજીક તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે.

READ ALSO

Related posts

શીખ પરિવાર પછી અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને કોલ કર્યો

pratikshah

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu
GSTV