GSTV
Gujarat Government Advertisement

1600 ભારતીય કંપનીઓમાં ચીનના રૂ.7500 કરોડનું છે મૂડી રોકાણ, સંસદમાં ભાજપ સરકારે રજૂ કર્યા આંક

Last Updated on September 16, 2020 by Karan

દેશની 1,600 કંપનીઓને છેલ્લા 5 વર્ષમાં એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આ વિગતો આપવામાં આવી છે. સ્ટાર્ટ-અપ્સ, ચીની એજન્સીઓ દ્વારા ભારે રોકાણ કરવામાં આવી છે.

આ કંપનીઓ 46 પ્રદેશોમાં હતી

એપ્રિલ 2016 થી માર્ચ 2020 ના ગાળામાં 1,600 થી વધુ કંપનીઓને ચીન તરફથી 102.25 કરોડ ડોલર ($ 1.02 અબજ ડોલર) નું સીધું વિદેશી ચીનથી રોકાણ પ્રાપ્ત થયું છે. આ કંપનીઓ 46 પ્રદેશોમાં હતી. આમાંથી ઓટોમોબાઈલ ઉદ્યોગ, પુસ્તકોની છાપકામ, ઇલેક્ટ્રોનિક્સ, સેવાઓ અને ઇલેક્ટ્રિકલ સાધનોને આ સમયગાળા દરમિયાન ચીન તરફથી $ 10 કરો઼ડ વધુની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ

ડેટા બતાવે છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગને ચીન તરફથી મહત્તમ 17.2 કરોડ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત થઈ છે. સર્વિસ સેક્ટરને 13.96 કરોડ ડોલરની એફડીઆઈ મળી છે. લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને ચીની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો વિશે જાણ નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઓ બાપ રે! વાત વાતમાં રાખી સાવંતે રિવીલ કરી દીધું ‘ખતરો કે ખિલાડી’ના વિનરનું નામ, એક ક્લિકે જાણી લો કોણ મારશે બાજી

Bansari

ના હોય / છેલ્લા 5000 વર્ષથી પૃથ્વી પર નજર રાખે છે એલિયન્સ, મનુષ્યોનું કરી રહ્યા છે નિરીક્ષણ!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!