આવું થાય તો દરેક છોકરી લગ્ન કરતા પહેલા વિચારશે, દુલ્હને ધોયા 365 જોડી ગંદા મોજા

નવી નવેલી દુલ્હન જ્યારે ઘરે આવે છે તો પરિવારના સદસ્ય, સગા-સબંધી અને અન્ય દોસ્ત ઉપહાર લઈને તેનું સ્વાગત કરે છે. પરંતુ ચીનમાં આના કરતા અલગ અને અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં લગ્ન બાદ એક યુવતીનું સ્વાગત ગંદી અને દુર્ગંધ વાળા 365 મોજાની સાથે થયું જે તેને જતાની સાથે જ ધોવા પડ્યા.

હકીકતે ગયા વર્ષે યુવતીએ પોતાના પ્રેમીના જન્મદિવસ પર 365 જોડી મોજા ગિફ્ટમાં આપ્યા હતા. આ વર્ષે યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા ત્યાર બાદ તેને તેજ ગંદા અને દુર્ગધ વાળા મોજા મળ્યા. યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા જણાવ્યું કે એક વર્ષથી તેના પતિએ ક્યારેય મોજા નથી ધોયા અને તેને પહેરી પહેરીને મુકી દીધા હતા.

છલ્લે તેણે જ તેને ધોવાનો નિર્ણય કર્યો અને બે દિવસમાં લગભગ 300 જોડી મોજા ધોઈ નાખ્યા છે પરંતુ 50 જોડી હજુ પણ ધોવાના બાકી છે. યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યા લોકો યુવતીની હિમ્મતની તારીફ કરી રહ્યા છે પરંતુ પતિની આ હરકત પર આપત્તિ જતાવી રહ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter