GSTV
Gujarat Government Advertisement

હવે ચીનની ધમકી,અમારી WECHAT અટકાવી તો એપલ અને આઈફોનને બંધ કરતાં નહીં ખચકાઈએ

Last Updated on August 29, 2020 by

ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી હતી કે તમે અમારી વી ચેટ એપ પર પ્રતિબંધ લાદશો તો ચીની પ્રજા આઇ ફોન અને એપલ વાપરવાનું બંધ કરી દેશે. છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે સતત મૈં મૈં તૂ તૂ ચાલી રહ્યું હતું. અમેરિકાએ ગયા પખવાડ઼િયે ચીની એપ્સ બંધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. ટીક ટૉક અંગે તો ટ્રમ્પે બે માસની મુદત સુદ્ધાં જાહેર કરી હતી. એક અમેરિકી કંપની ટીક ટૉક ખરીદી રહી હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વી ચેટ (WECHAT)પર બૅન મૂકવાનો સંકેત કર્યો હતો. આ સમાચાર મળતાં જ ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા ઝાઓ લિઝિયાને શુક્રવારે ટ્વીટર પર એવી ધમકી મૂકી હતી કે અમેરિકા વી ચેટ (WECHAT)પર પ્રતિબંધ મૂકશે તો ચીની પ્રજા અમેરિકી બનાવટના આઇ ફોન તથા એપલ વાપરવાનુ બંધ કરી દેશે. તેમણે એવો દાવો કર્યો હતો કે ચીનની પ્રજા પહેલેથી કહી રહી હતી કે વી ચેટ પર અમેરિકા બૅન જાહેર કરે તો આપણે આઇફોન વાપરવાનું બંધ કરી દઇશું.

અત્યાર અગાઉ શોર્ટ વિડિયો શેરિંગ એપ ટીક ટૉક પર ભારતે બૅન મૂકી દીધો હતો. અમેરિકા એના પર બૅન મૂકવાનો વિચાર કરી રહ્યું હતું. એટલામાં વી ચેટની વાતો વહેતી થઇ હતી અને ચીને અમેરિકાને ટ્વીટર પર ધમકી આપી દીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વિશ્વ યોગ દિવસ / જાણી લો યોગ કરવાના અનેક ફાયદા, ટપાલ ટિકિટ પણ રિલિઝ થશે

Pritesh Mehta

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!