GSTV
Home » News » ભારતીય સીમામાં ઘૂસ્યા ચાઈનીઝ સૈનિકો, લદ્દાખમાં સામે આવ્યા ફોટા

ભારતીય સીમામાં ઘૂસ્યા ચાઈનીઝ સૈનિકો, લદ્દાખમાં સામે આવ્યા ફોટા

ડોકલામ બાદ હવે લદ્દાખ સરહદે ભારતીય સેના અને ચીની સેના આમને સામને આવી ગઈ છે.કેટલાક ચીની સૈનિકોએ કરેલી ઘૂસણખોરી બાદ તંગ સ્થિતિ ઉભી થઈ છે. આ વખતે ઘૂસણખોરી માટે ચીની સૈનિકોએ નવો રસ્તો અપનાવ્યો છે. આ વખતે ચીને પોતાના ઢોર ચરાવતા નાગરિકોને આગળ કર્યા છે અને તેમની પાછળ તેઓ ઘૂસી આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે લદ્દાખના ચતુર સેક્ટરમાં પહેલા ચીનના ઢોર ચરાવનારાઓ ઘૂસ્યા હતા અને તેમની પાછળ ચીની સૈનિકો ધસી આવતા ભારતીય સેના ચોંકી ઉઠી હતી. બીજી તરફ ચીનના સૈનિકો  ભારતીય નાગરિકોને અહીંયા ઢોર ચરાવતા આવતા રોકયા હતા.

એ પછી ભારતીય સેનાના અને ચીનની સેનાના જવાનો આમને સામને થઈ ગયા હતા.એ પછી ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે સ્થળ પર જ મામલો સુલઝાવવાની કોશિશ કરી હતી. ચીન ઘણા વર્ષોથી લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ પર જમીન પડાવવાની નાપાક કાવતરું ઘડતા રહ્યા છે. તેના માટે તેઓ નવી નવી રીતો અપનાવે છે. 2019માં પણ ચીની સેનાએ લદ્દાખનાં ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી છે.

લદ્દાખમાં ચીન સાથેની સીમા પર બંને દેશોની વચ્ચે કોઈ પણ પ્રકારની તારબંધી કે નિશાની કરવામાં આવી નથી. આ કારણે જ બંને દેશોની વચ્ચે હંમેશા સીમાને લઈને વિવાદ થતો રહે છે. હંમેશા ચાઈનીઝ સેના આ વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતી રહે છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!