GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : ભારતનો દબદબો યથાવત, પૂર્વી લદ્દાખમાં ફરી વાર ચીની સૈનિકોની પીછેહઠ

Last Updated on February 15, 2021 by Pravin Makwana

ભારત-ચીન વચ્ચે કેટલાંય મહીનાઓથી ચાલી રહેલા ગતિરોધ બાદ LAC પર સ્થિતિ સામાન્ય કરવાની કવાયત હવે તેજ થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, પૂર્વી લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે આવેલ ફિંગર 4 એરિયા પાસેથી ચીની સૈનિકો પરત ચાલ્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, પેંગોંગ ઝીલના ઉત્તરી કિનારા પર આવેલ આ મહત્વના પહાડી પર ચીની સૈનિકોએ ઘણા લાંબા સમયથી કબ્જો કરી રાખ્યો હતો.

હોડીઓ માટે બનાવેલા ઠેકાણાંઓ પણ હટાવી દેવાયાં

એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ફિંગર 4 એરિયામાં ચીની સૈનિકોનો ઘટાડો થયો છે. ચીને ફિંગર 5 અને 8ની વચ્ચે પોતાના અનેક શેલ્ટર્સ અને સ્ટ્રક્ચર્સને પણ હટાવી દીધા છે.” અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, તણાવ સમયે હોડીઓ માટે જે ઠેકાણાંઓ બનાવવામાં આવ્યાં હતાં તેને પણ ચીન દ્વારા હટાવી લેવામાં આવ્યાં છે.

LAC પર ટેન્શન વધ્યા બાદ ચીન દ્વારા ફિંગર 5 અને 6 વચ્ચે વધારે હોડીઓને રાખવા માટે બનાવવામાં આવેલા તમામ પ્લેટફોર્મ પણ ત્યાં ઉપલબ્ધ નથી. બવે આવા જેટ્ટીઓ ફિંગર 8ની પાછળ છે. ઉલ્લેખનીય છે કે, પેંગોંગ લેક પાસે આવેલ ફિંગર 8 સુધીના ક્ષેત્ર પર ભારત પોતાનો દાવો કરે છે. ચીની સેના દ્વારા ઉઠાવવામાં આવેલા આ નિર્ણય સાથે ભારતીય સેના પણ તે સ્થળો પર, જ્યાં આમને-સામને જેવી સ્થિતિ હતી ત્યાંથી સૈનિકોની સંખ્યાને ઓછી કરવાની સાથે પાછળ હટી ગઇ છે.

પેંગોંગ લેકના દક્ષિણી કિનારાથી ટેંક પણ હટાવી દેવાયા

પેંગોંગ લેકના દક્ષિણી કિનારાથી ટેંક પણ હટાવી દેવામાં આવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘દક્ષિણી કિનારા પર કેટલાંક વિસ્તારોમાં બંને સેનાઓના ટેંકોની વચ્ચે માત્ર 100 મીટરનું જ અંતર રહી ગયું હતું, હવે બંને તરફથી સંપૂર્ણ રીતે સેનાને પરત ખેંચી લેવામાં આવી છે અને હવે તેઓ થોડાંક કિમી દૂર થઇ ગયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રાજકારણ / આ સમાજનું યોજાશે મહાસંમેલન, 28 બેઠકો પર છે પ્રભુત્વ, અગ્રણી નેતાને પણ પડતા મુકશે

Pritesh Mehta

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah

નિષ્ક્રિયતા / હાઈકોર્ટ ટીકા કરે છે, પછી જ અમદાવાદ મ્યુનિના ઓફિસરો કામ કરે છે, આઈએએસ અધિકારીઓ કરે છે શું?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!