GSTV
Gujarat Government Advertisement

દોલત બેગ ઓલ્ડી નજીક ચીની સેનાનો યુદ્ધાભ્યાસ, જાણો આ વિસ્તાર શા માટે મહત્વનો

ચીની

Last Updated on January 13, 2021 by Mansi Patel

લદાખમાં જારી તણાવ વચ્ચે ચીની સેના દેપસંગ એરિયામાં મહાવિનાશક હથિયારોની સાથે યુદ્ધાભ્યાસ કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની સેનાએ યુદ્ધાભ્યાસનું સ્થાન ભારતની સૌથી ઊંચી હવાઈ પેટ્ટી દોલત બેગ ઓલ્ડીથી માત્ર 36 કિલોમીટરની દુરી પર છે. અભ્યાસ વાળા વિસ્તારમાં પડી રહેલ બરફ જોઈ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચીની સેનાએ એને હાલમાં જ અંજામ આપ્યું છે

PLAના યુદ્ધભાયસનો વિડીયો થઇ રહ્યો છે વાયરલ

આ યુદ્ધભાયસનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભીષણ ઠંડી વચ્ચે ચીની સેનાના જવાનો યુદ્ધક તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ચીની સૈનિક ટેન્ક, તોપ, મળતી રોકેટ લોન્ચ સિસ્ટમ અને એન્ટી એયર ડિફેન્સ ગનનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે.

ODBથી 36કિમી દૂર ચીને કર્યો યુદ્ધાભ્યાસ

ટ્વીટર પર જારી કરવામાં આવેલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની સેનાના યુદ્ધાભ્યાસ વાળી જગ્યા ભારતની સૌથી ઊંચી એરસ્ટ્રીપ દોલત ઓલ્ડ બેગી(DBO)થી માત્ર 36 કિલોમીટર પૂર્વમાં છે . એવામાં આ યુદ્ધાભ્યાસ ભારત માટે ખતરાની ઘંટી હોય શકે છે. જણાવી દઈએ કે ચીનની સીમા પાસે ઓલ્ડ બેગી પર ચીનની પહેલાથી જ નજર રહી છે. હાલમાં જ થોડા દિવસ પહેલા ભારતીય વાયુસેનાના ચીફ રાકેશ સિંહ ભદોરિયા પણ આ આ એરસ્ટ્રીપની વિઝિટ માટે ગયા છે.

દોલત બેગ ઓલ્ડી પર ચીનની નજર

ચીની

લડાખમાં ભારતીય ક્ષેત્રના સૌથી ઊંચા વિસ્તારના રૂપમાં ફેમસ OBD ચીનની સીમાથી માત્ર 7 કિલોમીટરની દુરી પર સ્થતિ છે. ચીન સાથે યુદ્ધ દરમિયાન દોલત ઓલ્ડ બેગીથી ભારતીય વાયુસેનાના માલવાહક જગ્યાથી લઇ લડાકુ વિમાન આ હવાઈ પટ્ટીનો ઉપયોગ કરી શકે છે. 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલી દોલત બેગ ઓલ્ડીની હવાઈ પટ્ટીને એરફોર્સએ આ બંને મોડમાં રાખ્યા છે. અહીંથી રોજ એરફોર્સના ઘણા હેલીકૉપટર અને જહાજ ટેકઓફ અને લેન્ડ કરે છે .

રણનીતિના રૂપમાં મહત્વનું છે દેપસંગ

દેપસંગ પહાડો વચ્ચે સ્થિત જમીની વિસ્તાર છે. 1962માં યુદ્ધ દરમિયાન ચીને આ વિસ્તારના કેટલાક ભાગો પર કબ્જો કર્યો હતો. આ વિસ્તારના પશ્ચિમી ભાગમાં ભારતીય સેના તહેનાત છે જયારે પૂર્વ ભાગમાં ચીની સેનાની પોસ્ટ છે. અહીંથી ભારતનો રણનીતિ રૂપથી મહત્વનો દોલત ઓલ્ડ બેગી ઍરફીલ્ડ પણ ઘણી નજીક છે. ચીનની ચાલ અહીં તણાવ પેદા કરી દોલત બેગીના ઓપરેશન તૈયારીઓને પ્રભાવિત કરવી છે.

દેપસંગ એરિયામાં શું છે મામલો

દેપસંગ પણ ગતિરોધ બનેલ છે. અહીં ચીની સૈનિકે પેટ્રોલિંગ પોઇન્ટ 10, 11, 12 અને 13 પર ભારતીય સેનાની પેટ્રોલિંગને રોકવાનું ચાલુ રાખ્યું છે. આ ચાર પોઇન્ટ પર ઇન્ડિયન આર્મી પરંપરાગત રીતે પેટ્રોલિંગ કરે છે. ગલવાનના ઉત્તરમાં સ્થિત દેપસાંગ રણનીતિની રીતે ખુબ મહત્વનું છે. એનું કારણ એ છે કે આ કારાકોરમ દર્રેથી સટેક રણનીતિ તરીકે મહત્વનું દોલત બેગ ઓલ્ડી પર ભારતની પોસ્ટ નજીક છે.

Also Read

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!