GSTV

ભારતીય સેનાએ પરત મોકલ્યો લદાખમાં પકડાયેલ ‘ભૂલથી ઘુસી આવેલ’ ચીની સૈનિક

ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિક કોર્પોરલ વાન્ગ યા લાંગને ચીનને પરત સોંપી દીધો છે. ચુશૂલ-મોલ્દો મિટિંગ પોઇન્ટ પર મોદી રાત્રે ચીની સૈનિકને પરત સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લદ્દાખના ડેમચોકમાં કથિત રીતે ભૂલથી ઘુસી આવેલ ચીની સૈનિકની ભારતીય સેનાએ ધરપકડ કરી હતી. ચીને દાવો કર્યો હતો કે તેનો આ સૈનિક ભૂલથી ભારતીય સીમામાં ઘુસી આવ્યો હતો.

લદાખ માંથી ઝડપાયો હતો ચીની સૈનિક

ભારતીય સેના દ્વારા પકડવામાં આવેલ પીએલએ સૈનિકની ઓળખ કોર્પોરલ વાંગ યા લાંગ તરીકે કરી હતી. તે 19 ઓક્ટોબરના રોજ પૂર્વ લદાખના ડેમચોક સેક્ટરમાં ભટકી ગયો હતો. અટકાયત કર્યા બાદ ભારતીય સેનાએ ઉમદા ઉદાહરણ પૂરું પાડી ચીની સૈનિકને અત્યંત ઊંચાઈ, કઠોર જલવાયુ પરિસ્થિતિથી બચાવવા માટે ઓક્સિજન, ખોરાક અને ગરમ કપડાં સહિતની તબીબી સુવિધાઓ અને સહાયતાઓ આપી હતી.

ભારતને હતી જાસૂસીની શંકા

ભારતને શંકા હતી કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ક્યાંક આ ચીની સૈનિક ભારતીય વિસ્તારમાં જાસૂસી તો કરવા નથી આવ્યો ને… પરંતુ પીએલએએ દાવો કર્યો હતો કે તેનો એક સૈનિક ચરવાહાની યાક શોધવામાં મદદ કરતા રાત્રે ગૂમ થઇ ગયો હતો અને આ દરમ્યાન ભારતીય સરહદમાં આવી ગયો હતો. આંતરરાષ્ટ્રીય નિયમો અને પ્રચલિત પરંપરાઓનું સન્માન કરતા આ સૈનિકને પરત કરવા ભારત તૈયાર થઇ ગયું હતું.

શું છે આંતરરાષ્ટ્રીય નિયમ

આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ, શાંતિકાળમાં જયારે પણ કોઈ દેશનો સૈનિક અન્ય દેશમાં પકડાય છે તો સૌથી પહેલા તેની તલાશી લેવામાં આવે છે. ત્યારબાદ પકડાયેલ શખ્સની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પકડાઈ ગયાની સૂચના અન્ય પક્ષને એટલે કે સામે વાળા દેશને આપવામાં આવે છે. સંપૂર્ણપણે સંતુષ્ટ થયા બાદ તેને પરત તેના દેશને સોંપી દેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva

25 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી પહોંચતા કેવી રીતે પાર કરશે 80 રૂપિયા, જાણો કોણ કરે છે આ કમાણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!