GSTV
Home » News » ચીને ફરી અવળચંડાઇ કરી: છ કિમી સુધી ભારતીય સીમામાં ઘૂસી ચીનનો ઝંડો લહેરાવ્યો

ચીને ફરી અવળચંડાઇ કરી: છ કિમી સુધી ભારતીય સીમામાં ઘૂસી ચીનનો ઝંડો લહેરાવ્યો

ચીને ફરીવાર લદ્દાખમાં ઘૂસણખોરી કરી છે. આ વખતે ચીનની સેના છ કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘૂસી ગઈ હતી. આ ઘૂસણખોરી એવા સમયે કરવામાં આવી જ્યારે સ્થાનિક લોકો તિબ્બટના ધર્મગુરૂ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. ચીની સૈનિકોએ પૂર્વી ડેમચોક વિસ્તારમાં છ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા. અને ચીનનો ઝંડો લહેરાવ્યો હતો. આ મામલે ડેમચોકના સરપંચ જણાવ્યુ હતુ કે, ચીની સૌનિકોની ઘૂસણખોરી મહત્વનો સંદેશ આપી રહી છે.

ચીન આ પ્રકારની ઘૂસણખોરી કરી ભારત પર દબાણ વધારવા માગે છે. જેથી ચીન ડેમચોક વિસ્તારને પોતાનો હોવાનો દાવો કરી શકે. ચીને આ પ્રકારની ઘૂસણખોરી પહેલીવાર નથી કરી. આ પહેલા સરહદી વિસ્તારમા આવેલા એક નાળા પાસે ચીને ટેંટ પણ લગાવ્યા હતા. ઓગસ્ટ, 2018માં ચીને આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. અને અનેક ટેંટ લગાવ્યા હતા. જોકે, ભારતના વિરોધ બાદ આ ટેંટને હટાવી લેવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!