GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ડ્રેગનની સાન ઠેકાણે આવી! ભારતના જડબાતોડ જવાબ બાદ પૂર્વીય લદાખમાંથી પીછેહઠ કરવા તૈયાર ચીન

ચીન

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાંથી સંપૂર્ણપણે સુરક્ષા દળો હટાવી લેવા સંમત થયા છે. વાસ્તવિક અંકુશ રેખા પાસે શાંતિ અને સ્થિરતા જળવાઇ તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીને અનેક સ્થળોએથી પોતાના સૈનિકો પાછા ખેંચ્યા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્થિતિની સમીક્ષા કરી હતી.

બંને દેશો પોતાના સૈનિકો પરત બોલાવવા સંમત

પૂર્વ લદ્દાખમાંથી ચીન સતત પોતાના સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યું છે ત્યારે આજે બંને દેશો વચ્ચે મળેલી રાજદ્વારી મંત્રણામાં બંને દેશો પોતાના સૈનિકોને પરત બોલાવવા માટે સંમત થયા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક ટી એસ્પેર સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પૂર્વ લદ્દાખ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સમીક્ષા

વર્કિંગ મિકેનાઝીમ ફોર કન્સલટેશન એેન્ડ કોઓર્ડિનેશન(ડબ્લ્યુએમસીસી) ફ્રેમવર્ક હેઠળ મળેલી ઓનલાઇન બેઠકમાં ભારત અને ચીન સરહદે શાંતિ જાળવવા સંમત થયા હતાં. ભારતના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધઆએે સરહદે તંગદિલી ઘટાડવાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વાસ્તવિક અંકુશ રેખાનું સન્માન જ તંગદિલી ઘટાડવાની પ્રથમ શરત રહેશે. બીજી તરફ ચીને પણ જણાવ્યું હતું કે પરસ્પર વાતચીતથી સ્થિતિને સામાન્ય કરી શકાય તેમ છે.

Read Also

Related posts

આ કેસ ચાલ્યો તો ફેસબુકનું દેવાળું નીકળી જશે, 500 અબજ ડોલરનો થયો અહીં દાવો

Mansi Patel

આત્મહત્યા કરવા નદીમાં કુદેલા વ્યક્તિને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમે કર્યો અજીબ સવાલ, ‘ભાઈ તને Corona તો નથી ને…’

Arohi

ઓ બાપરે… એક એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે કોરોના પોઝિટીવ દર્દીઓ હચમચી જશે, આ લોકોને ફરી થયો કોરોના

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!