59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે દેશવાસીઓની રક્ષા માટે ભારત ડિજિટલ સ્ટ્રાઇક કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારતની સુરક્ષા અને સંપ્રભુતા માટે, દેશવાસીઓની ડિજિટલ સુરક્ષા અને ગોપનીયતા માટે અમે 59 એપ્સ પ્રતિબંધિત કરી છે. જેમાં ટિક્ટોક પણ સામેલ છે.
લોકોની રક્ષા માટે ડિજિટલ સ્ટ્રાઇક પણ કરી શકે છે ભારત
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભારત પોતાની સીમા પર આંખમાં આંખ નાખીને વાત પણ કરી શકે છે અને ભારતના લોકોની રક્ષા માટે ડિજિટલ સ્ટ્રાઇક પણ કરી શકે છે. તેમણે દેશને મોબાઈલ એપ્સની બાબતમાં આત્મનિર્ભર બનવાનું સૂચન પણ કર્યું હતું.


આ પહેલા ડિજિટલ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ચીની એપ્સ પર આપણે જે પ્રતિબંધ લગાવ્યો છે તે મારા મતે એક મોટો અવસર છે. શું આપણે ભારતીયો દ્વારા બનાવેલ સારા એપ્સની સાથે માર્કેટમાં આવી શકીયે? આપણે ઘણા કારણોથી આપણા એજન્ડાઓને ચાલનારા વિદેશી એપ્સ પર નિર્ભરતા દૂર કરવી જોઈએ.
ભારત પાસે ટેલેન્ટની કમી નથી
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત પાસે ટેલેન્ટની કોઈ કમી નથી. સરકાર તરફથી તેને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાથે જ આવા ટેલેન્ટને ઇન્ફોસિસના નંદન નીલકેણી જેવા લોકોની મદદની જરૂર છે. દેશમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટ્નરશિપની ઘણી સંભાવના છે.
ભારત સોફ્ટવેરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે અમારો હેતુ ભારતને સોફ્ટવેરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. તેના માટે સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરી નીતિ બનાવી દેવામાં આવી છે. અમે ઇચ્છીયે છીએ કે તમામ ડિજિટલ મીડિયમમાં આત્મનિર્ભર બનવાની સાથે સાથે ભારત સોફ્ટવેરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને. ભારત દુનિયાનું સૌથી મોટું સોફ્ટવેર હબ બને.
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત
- ગૃહમંત્રીના મતવિસ્તારમાં લાગ્યા ‘નો એન્ટ્રી’ના પોસ્ટર્સ, રાજકીય પક્ષોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
- વીમા કંપનીઓની મનમાની/ ઈરડાના આદેશ છતાં કોરોના સારવારના ખર્ચ નથી ચૂકવવા તૈયાર, વધી શકે છે વિવાદ
- સંબંધોની હત્યા/ નાનો ભાઈ કંઈ કામ કરતો નહોતો, મોટા ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધો