GSTV
Home » News » ચીનની વાયુસેનાનો તિબેટમાં યુદ્ધઅભ્યાસ, ઇન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા હોવાનો દાવો

ચીનની વાયુસેનાનો તિબેટમાં યુદ્ધઅભ્યાસ, ઇન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા હોવાનો દાવો

ચીનની વાયુસેના પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સે વિવાદાસ્પદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીકના તિબેટ ઓટોનોમસ રીઝનમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. તેની સાથે આ વિસ્તારમાં ચીનની વધી રહેલી હવાઈશક્તિએ ભારતીય એજન્સીઓને પણ એલર્ટ કરી દીધી છે. જેને કારણે ભારતીય વાયુસેનએ પણ ઈસ્ટર્ન સેક્ટરમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ યોજનામાં આકાશ સિસ્ટમના છ યૂનિટ લગાવવાની બાબત પણ સામેલ છે. ચીની સાથેની લાંબી સીમાને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના એલએસી પર શિનૂક અને અપાચે હેલિકોપ્ટરની એક-એક ટુકડી તેનાત કરવાની યોજના પણ બનાવાઈ રહી છે. તેના સિવાય રશિયાની એસ-400 મિસાઈલ સિસ્ટમ અને રફાલ યુદ્ધવિમાનોની તેનાતીની પણ આ વિસ્તારમાં થવાની છે. સૂત્રો મુજબ.

શિનૂક અને અપાચે હેલિકોપ્ટરોની તેનાતી 2020 સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે રશિયાની એસ-400 મિસાઈલ સિસ્ટમ અને રફાલ યુદ્ધવિમાનોની તેનાતી 2021 સુધામં કરવામાં આવશે. સુખોઈ- એસયુ-થર્ટી-એમકેઆઈ યુદ્ધવિમાનોની વધુ એક ટુકડી તેનાત કરવાની પણ વિચારણા થઈ રહી છે. એલએસી પર ચીનની સક્રિયતાને જોતા આના સંદર્ભે ભારત દ્વારા પણ તૈયારીઓ થઈ રહી છે.

વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ડોકલામ પ્રકરણ બાદ ચીનની વાયુસેના તિબેટના ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ઓગસ્ટ-2016 બાદથી ભારતીય વાયુસેનાએ આકાશના છ યૂનિટ અહીં મોકલ્યા છે. અત્યાર સુધી આ વિસ્તારમાં કોઈ એરડિફેન્સ સિસ્ટમ હાજર ન હતી.

અધિકારીએ કહ્યુ છે કે ભારતીય વાયુસેનાએ ચોકસાઈમાં વધારો કર્યો છે. ચીનના સૈનિકોને સેન્ટ્રલ હીટિંગ સુવિધાવાળી ત્રણ માળની ઈમારતો સહીતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ચીન દ્વારા વધારો થ રહ્યો છે. આવી ત્રણ માળની ઈમારતો સીમા પરથી નજરે પડે છે. તિબેટ ઓટોનોમસ રીઝનમાંથી મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે.

અહીં તાજેતરમાં યુદ્ધાભ્યાસ દરમિયાન ચીનની વાયુસેનાએ સૈન્ય સંચાલની નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેના માટે સૈન્ય અને નાગરીક ટ્રાન્સપોર્ટ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે.. એલએસીથી માત્ર 750 કિલોમીટર દૂર ચીનના ચિંધાઈમાં એક એરસ્ટ્રીપનું નિર્માણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તિબેટના વિસ્તારમાં ચીન દ્વારા નવા ત્રણ એરપોર્ટનું નિર્માણકાર્ય પણ થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

મિત્રએ મિત્ર પર કર્યું ફાયરિંગ, ઘાયલ યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકોએ વિદ્યાર્થી અને તેની માતાને માર માર્યાનો આક્ષેપ

Nilesh Jethva

બોલિવુડની સુપરસ્ટાર છે આ સિંગર, નાનપણની ફોટોને નહી ઓળખાય શકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!