GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતની બોર્ડર નજીક પહોંચી ચીની એરફોર્સ : પાકિસ્તાનની સરહદમાં યુદ્ધઅભ્યાસ શરૂ

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વધતા તણાવ વચ્ચે હવે ભારત-પાક સરહદ પર પણ ચીનનું આડોડાઈભર્યું ષડયંત્ર સામે આવ્યું છે. રાજસ્થાનની સરહદની સામે લગભગ બે દાયકાથી સક્રિય ચીન ઇકોનોમિક્સ ઇન્વેસ્ટમેન્ટની આડમાં હવે યુદ્ભાભ્યાસની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ પીએલએ એરફોર્સ હવે પાકિસ્તાન સાથે જોડાયેલી રાજસ્થાન સરહદ નજીક વધુને વધુ સક્રિય થઈ ગયું છે. ગુપ્તચર અહેવાલોને ટાંકીને આવેલા રિપોર્ટ મુજબ આ દિવસોમાં આ ક્ષેત્રમાં ચીનની સક્રિયતા વધી છે. ચીન હવે પીએલએ એરબેઝ પર યુદ્ધાભ્યાસમાં જોરશોરથી મચ્યું રહે છે. ગુજરાત નજીક રાજસ્થાનની બોર્ડરને અડીને પાકિસ્તાનમાં ચીની ગતિવિધિઓમાં ખૂબ જ વધારો થયો છે. 30 હજારથી વધુ ચીની ઈજનેરો સહિત સૈન્યની ગતિવિધિ વધી છે.

પાકિસ્તાની સીમા ચોકીઓમાં બંકર બનાવવાની સૂચના

છેલ્લા કેટલાક દિવસોમાં સ્કર્દૂમાં ફાઈટર પ્લેનોમાં બળતણ ભરનારા ચીની વાયુસેનાના આઈએલ એરક્રાફ્ટ અને કેટલાક લડાકુ વિમાનો જોવા મળ્યાં હતાં. ત્યારબાદથી ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં ચીનની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યું છે. જણાવી દઈએ કે સ્કર્દૂ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં છે. પૂર્વી લદ્દાખમાં ચીની વાયુસેનાની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આથી પીએલએ એરફોર્સના પીઓકે આધારિત એરબેઝના ઉપયોગ અંગે આશંકાઓ વધી રહી છે. અહીં ભારત-પાક સરહદ પર ચીનની ગતિવિધિઓ સાથે પાકિસ્તાની સીમા ચોકીઓ પર બંકર બનાવવાની સૂચના છે. આ બંકર પાકિસ્તાની સેના માટે બનાવવામાં આવ્યા છે.

આર્થિક રોકાણની આડમાં બે દાયકાથી છે સક્રિય

ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી અથવા સીપેક) ને કારણે રાજસ્થાનના ચાર જિલ્લાઓની સરહદ નજીક પણ ચીની કંપનીઓની દખલગીરીમાં વધારો થયો છે. જેસલમેર, બાડમેર, બિકાનેર અને ગંગાનગરની સરહદોની બહાર અહીં પહેલેથી જ 30 હજારથી વધુ ચીની ઇજનેરો અને નિષ્ણાતો કાર્યરત છે. બાડમેરની સામે જવાહર શાહ, શામગઢથી લાગતી સરહદ પર સુઇ ગેસ ક્ષેત્રમાં ઘણી ચીની કંપનીઓ કામ કરી રહી છે. નિવૃત્ત મેજર જનરલ શેર સિંહના જણાવ્યા મુજબ, રાજસ્થાન સાથે જોડાયેલી સરહદની સામે ચીન ઈકોનોમિક્સ ઇન્વેસ્ટમેન્ટ -આર્થિક રોકાણોની આડમાં છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં સક્રિય છે. ચીને અહીં પાક સૈન્યની મદદ મળી રહી છે અને માળખાગત સુવિધામાં પણ વધારો કર્યો છે. આ બાબતનો પણ ઈન્કાર ન થઈ શકે કે, બંને દેશો વચ્ચે ગુપ્તચર વિનિમય થયો.

આધુનિક ટેકનોલોજીવાળા 500થી વધુ બંકરો તૈયાર કરાયા

પાકિસ્તાની સીમા પર ચીન અત્યાર સુધી ચોકી, વોચ ટાવર્સ અને 500થી વધારે બંકરો તૈયાર કરી ચૂક્યા છે. એટલું જ નહીં, આ ચોકીઓમાં ચીને સોલાર પેનલ્સ, સીસીટીવી, ડ્રોન વગેરે લગાવ્યા છે. ચીન આનાથી પહેલા પાકિસ્તાનના કરાંચી, ક્વેટા, જકોકાબાદ, રાવલપિંડી, સરગોડા, પેશાવર, મેનનવાલી અને રિશાલપુર એરફોર્સ બેસનું મોર્ડનાઈઝેશન – આધુનિકીકરણ કરી ચૂક્યું છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!