GSTV

ચીની સૈનિકોની તૈનાતીને કારણે જ સરહદે તણાવ, તંગદીલીની પરિસ્થિતિ વચ્ચે ભારતે કપટી ચીનની પોલ ખોલી

Last Updated on June 24, 2021 by pratik shah

સરહદે અમુક વિસ્તારોમાંથી સૈનિકોના પાછળ હટવા મુદ્દે ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે ચીનની પોલ ખોલી છે. ભારતે કહ્યું કે, ચીનની કાર્યવાહીને કારણે જ વિસ્તારમાં અશાંતિનો માહોલ છે. ભારતે કહ્યું કે, પૂર્વીય લદ્દાખના સરહદી વિસ્તારોમાં ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો ભેગા કરવા અને એલએસી પર પરિસ્થિતિ બદલવાના એકતરફી પ્રયાસોને કારણે શાંતિ ભંગ કરવામા આવી છે.

ચીની સૈનિકોની તૈનાતીને કારણે જ સરહદે તણાવ: ભારત
ચીને પિરસ્થિતિ બદલવાનો એકતરફી પ્રયાસ કર્યો હતો: ભારત
ચીને ભારતના જોખમને કારણે સૈનિકો તૈનાત કર્યાનો દાવો હતો

આતંકીઓ

ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીને ભારતની ઘૂસણખોરીને અટકાવવા અને તેના જોખમને ટાળવા સૈનિકો તેનાત કર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચીનના આ નિવેદન મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે,‘ચીનના સૈનિકોની તૈનાતીને કારણે જ સરહદે તણાવ છે. ચીને 1993 અને 1996ના કરારનો ગત વર્ષે ભંગ કર્યો હતો. એલએસી પર શાંતિ જાળવવા બંને દેશોએ સૈનિકોની સંખ્યા ઓછી રાખવાની જરૂર છે.’

READ ALSO

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!