GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

ચીને સ્વીકાર્યું છે કે, દુનિયાભરમાં ફેલાઇ રહેલ આતંકવાદ અને કટ્ટરપંથનું ભારત શિકાર બન્યું છે. ચીન એક બાજુ પાકિસ્તાનને સાથ આપતું જોવા મળે છે અને જમ્મુ-કશ્મીર મુદ્દે વિશેષ દરજ્જો સમાપ્ત કરતાં આર્ટિકલ 370 અને 35 (A) નાબૂદ કરવા બાબતે ભારતના નિર્ણયને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં લઈ ગયું. બીજી બાજુ બીજિંદ દ્વારા તૈયાર કરેલ શ્વેતપત્રમાં સ્વીકારવામાં આવ્યું છે કે, ભારત દુનિયાભરમાં ફેલાઇ રહેલ આતંકવાદ અને કટ્ટરપંથનું શિકાર બન્યું છે.

પીપુલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના સ્ટેટ કાઉન્સિલ ઓફ ઈન્ફોર્મેશન ઓફિસ દ્વારા શુક્રવારે ‘વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઈન શિન્ઝિયાંગ’ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આતંકવાદી હુમલાઓથી પ્રભાવિત દેશોની સૂચીમાં ભારતના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, 1990થી દુનિયામાં ફેલાઇ રહેલ અને વધી રહેલ આતંકવાદ અને કટ્ટરપંથનો કહેર વધ્યો છે. કટ્ટરપંથ, આતંકવાદી હુમલા અને સંબંધિત ઘટનાથી અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ, રૂસ, તુર્કી, મિશ્ર, ભારત, ઈંડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બીજા કેટલાક દેશો અને વિસ્તારોમાં તબાહી થઈ છે અને જાન-માલનું ભારે નુકસાન થયું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં શાંતિ ખતરામાં છે અને માનવ ભવિષ્ય અંધકારમમાં છે. શ્વેતપત્ર અનુસાર, “ચીનને તોડવાના પ્રયત્નોમાં આવી તાકતો ધાર્મિક કટ્ટરપંથની વકાલત કરી રહી છે અને સતત આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહી છે. વર્ષોથી ધાર્મિક કટ્ટરપંથ શિન્જિયાંગમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે અને આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. “

Related posts

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva

અમરેલી : તબીબનો કોરોના પોઝિટીવ આવતા તંત્ર ચિંતિત, સંપર્કમા આવેલા લોકોની શોધખોળ શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!