GSTV
India News ટોપ સ્ટોરી

તણાવ/ ભારતે ચીન સરહદે 50 હજાર સૈનિકો ખડકતાં ચીનને લાગ્યાં મરચાં, બરબાદ થઈ જવાની આપી સીધી ધમકી

ચીન

ચીન સાથેની લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશની બોર્ડર સુધી ભારતે વધારાના 50,000 સૈનિકોની તૈનાતી કર્યા બાદ ચીનનું સરકારી અખબાર ભડકી ઉઠયું છે. ચીનના સરકારી અખબારે ધમકી આપી છે કે, ભારત જો પશ્ચિમ દેશોના ઈશારે ચીન સાથે બીનજરૂરી સ્પર્ધામાં ઉતરશે તો બરબાદ થઈ જશે. અખબારે સલાહ આપી છે કે, ચીન અને ભારતે એક બીજાની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.

ચીન

ચીનની આર્મી સામે ભારતની આર્મી નબળી

અખબારને તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લદ્દાખની મુલાકાત લીધી હતી તેના પર પણ મરચાં લાગ્યાં છે. અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચેના તનાવને દુર કરવા માટે આ પ્રકારની મુલાકાતથી કોઈ મદદ નહી મળે. રાજનાથસિંહની યાત્રા ભારતના આકરા વલણને દર્શાવે છે. જોકે તેનાથી ફાયદો નહીં થાય. ભારતને ચીન સાથે સૈન્ય સંઘર્ષમાં ઉતરીને કોઈ ફાયદો થવાનો નથી. કારણકે ચીનની આર્મી સામે ભારતની આર્મી નબળી છે.

અખબારના અહેવાલમાં કહેવાયું છે કે, ચીન સાથે સંયમ રાખવો ભારતના હિતમાં છે. કોરોનાના કાળમાં પણ ચીનની ઈકોનોમી ઉછાળા મારી રહી છે. જ્યારે ભારતની ઈકોનોમી સૌથી ખરાબ દેખાવ કરી રહી છે. લાંબા ગાળે ભારત અને ચીને એક બીજાના વિકાસમાં સહયોગ કરવાની રણનીતિ અપનાવવી જોઈએ.

ચીન

આ દેશોના ભારતને ક્વાડમાં સામેલ કરવા માટે પ્રયત્નો

અખબારે દાવો કર્યો છે કે, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારતને ક્વાડમાં સામેલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ દેશો ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા કરાવવા માટે કોશિશ કરી રહ્યા છે. જેથી લાંબા ગાળે બંને દેશને નુકસાન થાય. આમ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એક કાંકરે બે પક્ષીનો શિકાર કરવા માંગે છે પણ ભારત જો આ દેશોના દબાણમાં બીનજરૂરી હરિફાઈ શરૂ કરશે તો ભારત માટે તે દુસ્વપ્ન સમાન સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતે હવે ચીન સીમા પર કુલ મળીને બે લાખ સૈનિકો ખડકી દીધા છે. જે ગયા વર્ષ કરતા 40 ટકા વધારે છે. ભારત પણ ચીન સામે હવે આક્રમક રણનીતિ અપનાવવા માંગે છે તેવું કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV