ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સપના પૂર્ણ થવાની શરૂઆત, થઈ આ સમજૂતી

ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નિર્માણ માટે ઈસ્લામાબાદ અને બીજિંગ વચ્ચે સમજૂતી થઈ હતી. સીપીઈસી ચીનની મહત્વકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જો કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સપનાને પૂર્ણ થવામાં હજી ઘણી અડચણો બાકી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સીપીઈસી યોજનામાં કોઈ વિસ્તરણ જોવા મળ્યું નથી.

આ માહિતીનો ખુલાસો સીપીઈસી સેલ દ્વારા બલૂચિસ્તાનને આપવામાં આવેલી વિશ્વબેંકની મદદથી કરવામાં આવ્યો છે. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ ગ્વાદર પોર્ટની નજીકના વિસ્તારોમાં જ વિકાસનું આકલન કરવામાં આવ્યું છે. સીપીઈસી સેલમાં હાજર સૂત્રોનું કહેવું છે કે તમામ યોજનાઓ પશ્ચિમી માર્ગ સાથે જોડાયેલી છે. તેમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. ગત ચાર વર્ષોમાં આ યોજનામાં એક અબજ ડોલરથી ઓછી રકમ જ ખર્ચાઈ છે.

પાકિસ્તાનની પુરોગામી સરકારે બે પ્રોજેક્ટ ક્વેટા માસ્સ ટ્રાઝિટ અને પીએટ ફીડર ટૂ ક્વેટા વોટર પ્રોજેક્ટ પર વાતચીત કરી હતી અને તેના સિવાય નવી સરકારો પણ આવા પ્રોજેક્ટો પર ચર્ચા કરશે. સૂત્રોનું કહેવું છે કે આ બંને પ્રોજેક્ટને લોન અને દેણદારી બલૂચિસ્તાનની સરકાર પર હશે અને તેની કિંમત બેહદ વધારે હોવાની સંભાવના છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter