થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા તો ચીને વિરોધ કર્યો હતો. આ સિૃથતિ વચ્ચે હવે ભાજપના અરૂણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાવે સંસદમાં એક ઘટસ્ફોટ કરતા ચેતવણી આપી છે કે ગમે ત્યારે ચીની સૈનિકો દોકલામની જેમ ફરી મોટા પ્રમાણમાં ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે, જેને પગલે સૈન્યને પણ હાલ ચીની સરહદે સતર્ક કરી દેવાયું છે.

ભાજપના સાંસદે સાથે એમ પણ કહ્યું છે કે ભારતની સુરક્ષા એજન્સીઓએ ચીન પર પણ નજર રાખવાની જરૂર છે અને જો આ વખતે સતર્ક ન રહ્યા તો ફરી ચીન દોકલામ જેવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. લોકસભામાં બોલતી વેળાએ ભાજપ સાંસદે અરૂણાચલ પ્રદેશમાં હાલ ચીન દ્વારા જે પણ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ભવિષ્યમાં શું થઇ શકે છે તેને લઇને ભારે ચીંતા વ્યક્ત કરી હતી.

તાપિરનું કહેવું છે કે સરકારે હાલ અરૂણાચલમાં આવેલી ચીન સરહદે વધુ ધ્યાન આપવાની જરૂર છે. પાકિસ્તાન સાથે જ્યારે પણ કોઇ મામલો ઉઠાવવામાં આવે છે ત્યારે તેની ચર્ચા કરવામા આવે છે પણ અરૂણાચલ પ્રદેશમાં ચીન દ્વારા જે પ્રવૃત્તિઓ થઇ રહી છે તેને લઇને સૌ મૌન કેમ છે? તેના પર કોઇ ચર્ચા કેમ નથી કરતું. ભાજપના સાંસદે ભાજપના જ નેતાઓ સામે આ સવાલો ઉઠાવ્યા હતા અને સરકારને કહ્યું છે કે તાત્કાલીક ધોરણે આ મામલે ધ્યાન આપવાની જરૂર છે.

સાથે ભાજપ સાંસદે દાવો કર્યો હતો કે મીડિયા દ્વારા પણ માત્ર પાકિસ્તાનનો મામલો જ વધુ ચગાવવામા આવે છે જ્યારે બીજી તરફ અરૂણાચલ પ્રદેશને લઇને કોઇ બોલતુ જ નથી. બીજી તરફ ચીન દ્વારા હાલ અરૂણાચલ પ્રદેશ પર અતીક્રમણ વધી શકે છે માટે તેને ધ્યાનમાં રાખીને સરકાર અને સૈન્યએ યોગ્ય પગલા લેવા જોઇએ. અરૂણાચલ પ્રદેશમાં બીજુ દોકલામ થઇ શકે છે.

ભાજપ સાંસદે ભાજપ સરકાર પર જ સવાલો ઉઠાવતા લોકસભામાં કહ્યું હતું કે જ્યારે મોદી અને રાજનાથસિંહ અરૂણાચલ પ્રદેશમાં આવ્યા તો તેનો ચીને વિરોધ કર્યો હતો, પણ બીજી તરફ સરકાર દ્વારા સંસદમાં આ મામલે કોઇ નિવેદન ન આપવામાં આવ્યું જે યોગ્ય નથી. આજે પણ અરૂણાચલ પ્રદેશની 50થી 60 કિમી ધરતી પર ચીને કબજો કરેલો છે જેને સરકારે ગંભીરતાથી લેવાની જરૂર છે.
READ ALSO
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ