કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 40,614 લોકો બિમાર થઇ ચુક્યાં છે. જેમાંથી 910ના મોત નિપજ્યાં છે. તેમાંથી 40,171 સંક્રમિત લોકો ફક્ત ચીનમાં જ છે. ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 908 થઇ ગઇ છે. કોરોના વાયરસનો ભય એટલો ફેલાઇ ગયો છે કે ચીનની આર્થિક રાજધાની અને તેનું સૌથી મોટુ શહેર તથા શાંઘાઇ વીરાન થઇ ગયું છે.

કોરાના વાયરસના ભયથી શાંઘાઇના રસ્તાઓ વીરાન થઇ ચુક્યા છે. ગલીઓ અને ચાર રસ્તાઓ પર સન્નાટો છવાઇ ગયો છે. શૉપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટ બધુ જ બંધ થઇ ચુક્યું છે. રસ્તાઓ પર એકલ-દોકલ ગાડીઓ અથવા લોકો જ દેખાઇ રહ્યાં છે.


શાંઘાઇમાં તમામ પ્રકારના વાહનવ્યવહાર પર આશરે 70 ટકા સુધી રોક લગાવી દેવામાં આવી છે. ચીનમાં 23થી 26 જાન્યુઆરી સુધી ન્યૂ યરની રજાઓ હોય છે. આ વખતે કોરોના વાયરસ ફેલાવાના કારણે ચીનના લોકો ક્યાંય ફરવા નથી ગયા.

હુવેઇ પ્રાંતની રાજધાની વુહાનથી નીકળેલા લોકો ઓછા સંક્રમિત હેનાન, હુનાન, અનહુઇ અને જિયાંસી જેવા પ્રાંતોમાં ચાલ્યા ગયાં છે. ચીનની સરકારે ઘોષણા કરી છે કે તે શાંઘાઇ, ચૉન્ગક્વિંગ અને બેઇજિંગના કેટલાંક વિસ્તારોને પણ ક્વારંટીન કરશે.

શાંઘાઇના લોકોને જેવી આ ઘોષણાની જાણ થઇ કે સરકાર ક્વોટિંન કરવાની છે. અહીંથી લાખો લોકો શહેર છોડીને ચાલ્યા ગયા છે. ચીનમાં આ સમયે ભયાનક અફરાતફરી મચી ગઇ છે. દરરોજ આશરે 12 કરોડથી વધુ લોકો લોકેશન બદલવાની રિકવેસ્ટ કરી રહ્યાં છે.

ચીનના 15 શહેરોમાં આવવા-જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાંઘાઇમાં પણ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી જેવી ચીની સરકારની ક્વારંટીમ કરવાના આદેશની સૂચના લોકોને મળી. શાંઘાઇના લોખા લોકો સુરક્ષિત સ્થાનો તરફ ચાલ્યા ગયા.

ચીનના ઑનલાઇન સર્ચ એન્જિન બાયડૂએ લોકોને લોકેશન રિક્વેસ્ટના આધારે જે આંકડા તૈયાર કર્યા છે તે ચોંકાવનારા છે. તે અનુસાર શાંઘાઇમાં રહેતાં મધ્યમ વર્ગના લોકો ચીનના તે વિસ્તારમાં ચાલ્યા ગયાં છે જ્યાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ છે.

શાંઘાઇમાં રહેતા ધનાઢ્ય લોકો કોરોના વાયરસના આતંકથી ડરીને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ અને ફિલિપિંસ તરફ ચાલ્યા ગયા છે. કેટલાંક લોકો આફ્રિકા તરફ પણ ગયા છે. પરંતુ આફ્રિકામાં જો આ બિમારી ફેલાશે તો તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે.
Read Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ