GSTV
Home » News » ટ્રેડ વોરનાં કારણે વિશ્વનું બીજુ સૌથી મોટું અર્થતંત્ર કંગાળ, ચીને જીડીપીનાં આંક્ડા જાહેર કર્યા

ટ્રેડ વોરનાં કારણે વિશ્વનું બીજુ સૌથી મોટું અર્થતંત્ર કંગાળ, ચીને જીડીપીનાં આંક્ડા જાહેર કર્યા

ચીનનો આર્થિક વિકાસ દર એપ્રિલ-જૂનના ત્રિમાસીક ગાળામાં 6.2 ટકા રહ્યો. જે 27 વર્ષમાં સૌથી ઓછો હતો. તેનાથી નબળો જીડીપી ડેટા 1992ના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીક ગાળામાં નોંધાયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં ગ્રોથ 6.4 ટકા રહ્યો હતો. અમેરિકાની સાથેના ટ્રેડ વોરના કારણે ચીનના વિકાસ દરમાં ઘટાડો આવી રહ્યો છે. ચીન દુનિયાનું બીજી સૌથી મોટું અર્થતંત્ર છે.

ચીનનાં સ્ટેટેસ્ટીક વિભાગે સોમવારે જીડીપીના આંકડા જાહેર કર્યા. ચાલુ વર્ષના પ્રથમ છ માસીકગાળામાં ચીનનો જીડીપી ગ્રોથ 6.3 ટકા નોંધાયો છે.અમેરિકાએ આયાત દરો વધારતા ચીનની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ઘરેલુ ડિમાન્ડ ઘટવાની સાથે સાથે ઇમ્પોર્ટ પણ ઘટ્યું છે. જાણકારોની નજર હવે રોજગારીના આંકડાઓ પર મંડાયેલી છે.

READ ALSO

Related posts

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar

ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!