GSTV
News World ટોપ સ્ટોરી

આફ્રિકામાં ચીની નૌકાદળ સક્રિય/ ચીન જીબુટીથી હિંદ મહાસાગર પર રાખશે નજર, ભારતને ઘેરવાનો ડ્રેગનનો વધુ એક પ્રયાસ

સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું છે કે આફ્રિકાના હોર્ન કહેવાતા પ્રદેશ સ્થિત જીબુટીમાં ચીને રચેલો સૈનિક-અડ્ડો હવે પુરેપુરો સક્રિય બની ગયો છે. ૫૯૦ મીલીયન ડોલરના ખર્ચે આ સૈન્ય મથકની શરૂઆત તો ૧૯૧૬થી કરવામાં આવી હતી. આ ચીનનું પહેલું વિદેશ સ્થિત લશ્કરી મથક બની રહ્યું છે.

આ સૈન્ય મથક અરબી સમુદ્ર અને સઉદી અરબસ્તાનની પશ્ચિમે રહેલા રાતા સમુદ્રના સંધિ સ્થાન બાબ-અબ્ મંડેબ ઉપર જ લગભગ આવેલું છે. અહીંથી જ સુએઝ કેનાલમાં જવાય છે. તેથી તેનું વ્યુહાત્મક સ્થાન અત્યંત મહત્વનું છે. તે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વાણિજયની મહત્વની ચેનલો પૈકીનું એક સ્થળ છે.

રિપોર્ટ પ્રમાણે એક સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું છે કે ચીનના યુઝાયો કલાસ લેન્ડીંગ શિપ (ટાઇપ- ૦૭૧) ૩૨૦ મીટર લાંબા બર્થિંગ એરિયામાં તૈનાત કરાયું છે. જો કે તે બેઝની પહોળાઈ થોડી ઓછી છે, પરંતુ લંબાઈ વધુ છે.

આ જહાજ ૨૫૦૦૦ ટનના ડીસપ્લેસમેન્ટ (વજન) ધરાવતા ચાંગ-બાઈ પ્રકારનું છે. તે ૮૦૦ સૈનિકો અને બખ્તરબંધ ગાડીઓનાં ટ્રાન્સપોર્ટેશન માટે કામ આવે છે. આ જહાજ ઉપરથી વિમાનો અને હેલિકોપ્ટરો ઉડી શકે છે. તે ચીનના ટાસ્ક ફોર્સના ફલેગ શિપ ઓપરેશન માટે તૈયાર કરાયું છે. તે યુદ્ધમાં તથા ઇમરજન્સી સર્વિસમાં ઉપયોગી બની શકે તેમ છે. આ શ્રેણીનાં પાંચ જહાજ ચીને તેના નૌકાદળમાં સામેલ કર્યા છે. ઉપરાતં આ શ્રેણીનાં અન્ય જહાજો અંગે કામ ચાલી રહ્યું છે, જે ફાઇનલ ફેઝમાં છે.

READ ALSO

Related posts

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda
GSTV