GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે, ટ્રેડવોર નડ્યો

ચીન

ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરની અસર ચીનના વિકાસ દર પર જોવા મળી છે. છેલ્લા ત્રણમાસના આંકડા પર નજર કરવામાં આવે તો ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચેના સ્તરે છે.

ચીનનો વિકાસ દર માત્ર ૬ ટકા

શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન ચીનનો વિકાસ દર માત્ર ૬ ટકા નોંધવામાં આવ્યો છે. જ્યારે અપ્રિલ-જૂનમાં જીડીપીનો દર ૬.૨ ટકા હતો.

અમેરિકા સાથે શરૂ થયેલ ટ્રેડ વોર છે કારણ

ચીનના જીડીપી દરમાં સતત ઘટાડો થવાનું કારણ અમેરિકા સાથે શરૂ થયેલ ટ્રેડ વોર છે. જેથી ૧૯૯૨ બાદ ચીનનો વિકાસદર સૌથી ઓછો નોંધવામાં આવ્યો છે.  ચીને આ મામલે જણાવ્યુ કે, છેલ્લા ત્રણ માસમાં ચીનની અર્થવ્યવસ્થામાં મંદી જોવા મળી રહી છે.ચીન સરકારે વિદેશી રોકાણને વધારવા માટે કેટલાક અંકુશને પણ હટાવ્યા છે.  જેથી ચીનની અર્થવ્યવસ્થાને વધુ ગતિ મળી શકે.

દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર

મહત્વપૂર્ણ છે કે, ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરૂ થતા દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી છે. ત્યારે ચીનના વિકાસ દરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Read Also

Related posts

હવાથી ફેલાય છે Corona? દરેક પ્રશ્નોના આ રહ્યા જવાબ, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

Arohi

ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા, 6 દિવસ બાદ ગેંગસ્ટર વિકાસ દુબેની થઇ ધરપકડ

pratik shah

અમદાવાદ જીલ્લામાં સંક્રમણ વધ્યુ, ગ્રામ્યનાં વિરમગામમાં કુલ કેસનો આંકડો 100ને પાર પહોંચ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!