GSTV

ચીનના બોયકોટનો પરપોટો ફૂટ્યો : આત્મનિર્ભરતા બેઅસર, બિઝનેસમેનોની બિન્દાસ્ત આયાત

ચીનના લશ્કરે ગલવાન ખીણમાં ભારતના જવાનોની હત્યા કરી પછી નરેન્દ્ર મોદીએ લોકોને ‘આત્મનિર્ભર’ બનવાની હાકલ કરી હતી. દેશભરમાં ચીનના માલનો બહિષ્કાર કરવાની હાકલ થઈ હતી પણ આ બધી વાતોની અસર થઈ નથી કેમ કે જુલાઈમાં ચીનથી થતી આયાતમાં વધારો થયો છે. મોદીની હાકલને કોઈએ ગંભીરતાથી લીધી નથી એ સ્પષ્ટ છે.

જૂનમાં ૪.૮ અબજ ડોલરની સામે જુલાઈમાં ૫.૬ અબજ ડોલરની આયાત થઈ

ભારતે એપ્રિલ-મે મહિના દરમિયાન ચીનથી કુલ ૩.૨ અબજ ડોલરની આયાત કરી હતી. ચીનના લશ્કર સાથે ૧૫ જૂનની હિંસક અથડામણ થઈ હતી. તેના કારણે જૂન મહિનામાં આયાત ના ઘટે એ સમજી શકાય પણ જુલાઈમાં આયાત ઘટશે એવી આશા હતી તેના બદલે આયાત વધી છે. જૂનમાં ૪.૮ અબજ ડોલરની સામે જુલાઈમાં ૫.૬ અબજ ડોલરની આયાત થઈ છે.

માર્ચ મહિનામાં ૫.૮ અબજ ડોલરની આયાત હતી

માર્ચના અંતમાં લોકડાઉન લદાયું હતું. માર્ચ મહિનામાં ૫.૮ અબજ ડોલરની આયાત હતી એ જોતાં જુલાઈમાં તે સમકક્ષ આયાત થઈ ગઈ છે. ભારતમાં હજુ આર્થિક પ્રવૃત્તિઓ પૂરેપૂરી ચાલુ થઈ નથી એ જોતાં આ આયાત હજુ વધશે.

READ ALSO

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!