GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Coronavirus: આવી દેખાય છે ચીનની એ વિવાદિત લેબ, જ્યાંથી ફેલાયો જીવલેણ વાયરસ

corona

અમેરિકાએ એવા આરોપ લગાવ્યાં છે કે ચીનના વુહાનમાં આવેલી લેબમાંથી નોવેલ Corona વાયરસ ફેલાય છો. જ્યારે ચીનનો એવો દાવો છે કે વાયરસ એનિમલ માર્કેટથી માનવીઓ સુધી ફેલાયો છે, પરંતુ પશ્વિમી દેશ ચીનની આ થિયરી માનવા માટે તૈયાર નથી અને તેને લાગે છે કે આ લેબથી વાયરસ ફેલાયો છે જે એનિમલ માર્કેટથી માત્ર થોડી જ દૂર આવેલી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ સત્તાવાર ધોરણે કહ્યું કે તેમનો દેશ તે વાતની તપાસ કરી રહ્યો છે કે વાયરસ આખરે દુનિયામાં ફેલાયો કેવી રીતે. સાથે જ અમેરિકન મીડિયામાં એવી ખબર છે કે આ વુહાન લેબથી ફેલાયો છે જે બાદ ટ્રમ્પે તેને આપવામાં આવતા ફંડને રોકી દીધું છે. ચાલો તમને જણાવીએ કે વુહાનની આ લેબ કેવી છે જેના પર થઇ રહ્યો છે વિવાદ….

માનવીથી માનવીમાં ફેલાતા ખતરનાક વાયરસનો પ્રયોગ

વુહાન ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીના પી 4 લેબને ફ્રાન્સના બાયો-ઇન્ડસ્ટ્રીયલ ફર્મ ઇન્સ્ટિટ્યુટ મેરિયુક્સ અને ચીની એકેડેમી ઑફ સાયન્સે મળીને બનાવ્યું છે. દુનિયાની આ તે ગણતરીઓની લેબમાંથી એક છે જેને ક્લાસ 4 પેથોજેન્સ એટેલે કે પી4 સ્તરના વાયરસના પ્રયોગની પરવાનગી છે. આ ખતરનાક વાયરસ છે જેનો માનવીથી માનવીમાં સંક્રમણનો સૌથી વધુ ખતરો રહે છે.

એશિયાની સૌથી મોટી વાયરસ બેન્ક

3000 સ્ક્વેર મીટરના એરિયામાં ફેલાયેલી આ લેબને 4.2 કરોડ ડોલરના ખર્ચે 2015માં બનાવવામાં આવી હતી. જો કે 2018માં સત્તાવાર રૂપે તેમાં કામ શરૂ કરવામાં આવ્યુ. આ સંસ્થામાં પી3 લેબ પણ છે જે 2012થી ચાલી રહી છે.

હાલ લેબ બંધ

આ ઇન્સ્ટિટ્યૂટમાં ચાઇન સેન્ટર ફૉર વાયરસ કલ્ચર કલેક્શન છે. અહીં 1500થી વધુ વાયરસ સ્ટ્રેન છે. આ વાત સંસ્થાના સાઇટ પર જણાવાવમાં આવી છે. જો કે જ્યારે એએફપીના રિપોર્ટરે તેની મુલાકાત લીધી ત્યારે તેની અંદરનું તમામ કામકાજ બંધ હતું.

…તો લેબમાંથી આ રીતે નીકળ્યો હશે Corona

અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે તેની પાસે અમેરિકન કૂટનીતિજ્ઞનો એક સંદેશ મળ્યો છે જેમાં લેબમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ એક રિપોર્ટ અનુસાર, લેબમાં સંક્રમિત થઇને પેશન્ટ ઝીરો વુહાનમાં લોકોની વચ્ચે ગયો જેથી આ વાયરસ પહેલાં ચીનમાં અને પછી દુનિયાભરમાં ફેલાતો ગયો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે કહ્યું છે કે તે આ રિપોર્ટને ધ્યાનથી જોઇ રહ્યા છે.

Read Also

Related posts

બોલિવુડને વધુ એક આંચકો, દિગ્ગજ ફિલ્મકાર બાસુ ચેટર્જીનું મુંબઈમાં નિધન

Arohi

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ધોની-કોહલી સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેજિંગ નથી કરતા, ડીન જોન્સે કારણે દર્શાવ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!