GSTV
Gujarat Government Advertisement

ચાઈનાની જાહેરાત! જ્યાંથી કોરોના ઉત્પન્ન થયો એ વુહાન Corona મુક્ત, વાયરસનું કેન્દ્ર માનવામાં આવતું માર્કેટ ફરી ખુલ્યુ

corona

Last Updated on March 18, 2020 by Arohi

ચીન(China)નાં વુહાનમાંથી કોરોના(Corona) વાયરસની અસર ઘટી છે. વુહાન( Wuhan) શહેરમાંથી જ આ વાયરસની શરૂઆત થઇ હતી જે હવે 180 દિવસ બાદ મુક્ત થયું છે. વુહાનના સી ફૂડ માર્કેટને આ વાયરસનું કેન્દ્ર માનવામાં આવે છે તે ફરી ખુલી ગયું છે. વર્તમાન સમયે વુહાનમાં કોઈ નવા કેસ નોંધાયા નથી અને શહેરમાં ધીમે ધીમે સામાન્ય જીવન થાળે પડી રહ્યું છે. સમગ્ર હુબેઈ પ્રાંતને ચીનનાં સત્તાવાળાઓ દ્વારા અલગ કરવામાં આવ્યો હતો અને આ રોગચાળો ફાટી નીકળતા લગભગ 4000 લોકોના મૃત્યુ થયા છે. આ વાયરસ ફાટી નીકળ્યા બાદ ચીને તાબડતોડ ચાર નવી હોસ્પિટલો બનાવી હતી જે હવે બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓના માસ્ક વગરનાં હસતા ચહેરા ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યા છે.

Coronaનાએ વિશ્વને હંફાવ્યું

અત્રે નોંધનીય છે કે કેટલાક આરોગ્યકર્મીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી મોતને ભેટ્યાં છે. કોરોનાએ પૂરા વિશ્વને હંફાવી દીધું છે. કેટકેટલા પ્રયત્નો કરવા છતાં કોરોનાને રોકવા અક્ષમ દેશો હવે કોરોના સામે ઘૂંટણીયે પડી ગયા છે. કોરોનાને આગળ વધતો રોકવા અમેરીકામાં કર્ફ્યુ અને ફ્રાન્સમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. ફ્રાન્સે આગામી 15 દિવસ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ આદેશ આપ્યો કે કોરોનાનો ચેપ આગળના વધે એટલે ફ્રાન્સના નાગરિકો ઓછામાં ઓછા 15 દિવસ ઘરની બહાર ના નીકળે.

corona

ભારતમાં પણ Coronaના પોઝિટિવ કેસોનો થઈ રહ્યો છે સતત વધારો

તો બીજી તરફ કોરોનાના ચેપથી બચવા માટે યુ.એસ.ના બે મોટા રાજ્યો ન્યુ જર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન નાગરિકોને કહેવામાં આવ્યું છે કે ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળવું અને 10 થી વધુ લોકોએ એકઠા થવું નહીં. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 7 હજાર લોકોની મોત થઈ છે. ત્યારે લગભગ 1.75 લાખથી પણ વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે. ભારતમાં પણ કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 126 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 126 થઈ.

Corona

સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષની બાળકોનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે.

ભારતીય સેનામાંCorona વાયરસનો પહેલો કેસ

ભારતીય સેનામાં કોરોના(Corona) વાયરસનો પહેલો કેસ સામે આવ્યો. લદ્દાખમાં સેના(Army)ના જવાનમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા. જો કે,આ જવાન અંગે વધારે માહિતી મળી નથી. પરંતુ તેના પિતા ઈરાનથી પરત ફર્યા હતા. ત્યારે આ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત જવાનના પિતાને પણ ઓબ્ઝરવેશન હેઠળ લેવામાં આવ્યા છે.

corona

ઈટલીમાં Coronaનાથી હાહાકાર

ઈટાલીમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2 હજાર 500 લોકોના મોત થયા છે. ચીન બાદ ઈટાલીમાં સૌથી વધારે લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા. ઈટાલીના સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 31 હજાર 506 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાથી 26 હજાર લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા. જ્યારે 3 હજાર જેટલા લોકો સાજા થયા છે.  કોરોના વાયરસના કારણે ઈટાલીના કેટલાક શહેરમાં શટડાઉન જેવી સ્થિતિ છે. તો વળી લોકોને કોરોના વાયસરથી સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. 

Corona

અમેરિકામાં પણ Coronaના કારણે 100ના મોત

તો આ તરફ અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે 100 લોકોના મોત થયા.  જે પૈકી વોશિંગટન સ્ટેટમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. ઉત્તર-પશ્વિમ રાજ્યમાં 50 લોકોના મોત થયા. ન્યૂયોર્કમાં 12 કેલિફોર્નિયામાં 11 લોકોના જીવ ગયા છે. અમેરિકાના 50 રાજ્યોમાં કોરોનાનો કેર છે. વેસ્ટ વર્જીનિયામાં  કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, દુનિયામાં એક છુપાયેલા દુશ્મન સાથે આપણે યુદ્ધ કરી રહ્યા છીએ અને આ યુદ્ધમાં આપણે જીતવાની છીએ

Read Also

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Vishvesh Dave

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!