GSTV

ચીનના વુહાનમાં ફરી Coronaની દસ્તક, આ વખતે અહીંથી આવ્યો છે વાયરસ

corona

Last Updated on April 1, 2020 by Arohi

ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરમાં ફરી એક વખત કોરોના (Corona) વાયરસ પહોંચી ગયો છે. આ વખતે કોરોના વાયરસ વુહાન (Wuhan)માં વિદેશથી આવ્યો છે. આ વખતે એક ચીની યાત્રી વુહાનમાં કોરોનાને લઈને પહોંચ્યો છે જે ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરવા ગયો હતો. ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેને કોરોના નથી. માટે તેને ચીન જવાની અનુમતી મળી ગઈ પરંતુ વુહાન પહોંચવા સુધી તે પોઝિટીવ થઈ ચુક્યો હતો.

Coronaથી મુક્ત થઈ ચુકેલા વુહાનમાં ફરી આવ્યો કોરોના

16 વર્ષીય વિદ્યાર્થી જેનું નામ ઝોઉ જણાવવામાં આવી રહ્યું છે તે કોરોના સંક્રમણથી લગભગ મુક્ત થઈ ચુકેલા વુહાનમાં ફરી કોરોના લઈને આવ્યો છે. વુહાનમાં પાછલા 10 દિવસોમાં ફક્ત એક જ કોરોના વાયરસનો મામલો સામે આવ્યો હતો. પરંતુ હવે આ વિદ્યાર્થીના જવાના કારણે ચીનની સરકાર સતર્ક થઈ ગઈ છે. વુહાનના સ્થાનીક ડોક્ટર અધિકારીઓના કહેવા અનુસાર આ ઝોઉ વુહાનનો પહેલો ઈમ્પોર્ટેડ કેસ છે. એટલે કે પહેલો કેસ જે વિદેશમાં સંક્રમિત થઈને વુહાન આવ્યો હોય. પહેલા તેની અંદર કોઈ લક્ષણ ન હતો દેખાયા.

corona

આ રીતે વુહાન પહોંચ્યો Corona પોઝિટીવ વિદ્યાર્થી

હુવેઈ પ્રાંતમાં લોકડાઉન હટાયાની ખબર મેળવીને ઝોઉ ઈંગ્લેન્જના ન્યુકેસલ શહેરથી દુબઈ થઈ બીઝિંગ પહોંચ્યો. ત્યાર બાદ કે વુહાન પહોંચ્યો. એક ખબર અનુસાર આ વિદ્યાર્થી કોરોના પોઝિટીવ હોવાની જાણ થયા બાદ ચીન સરકાર ખૂબ સતર્ક થઈ ગઈ છે. કારણ કે અત્યાર સુધી ચીનમાં કુલ ઈમ્પોર્ટેડ કોરોના મામલાની સંખ્યા 691 જ હતી.

જ્યારે ચીનમાંથી હજારોની સંખ્યામાં સંક્રમિત લોકો આખી દુનિયાના દેશોમાં ગયા. તમને જણાવી દઈએ કે દુનિયામાં જો સૌથી વધુ કોરોના વાયરસથી મુશ્કેલીમાં કોઈ દેશ હોય તો તે યુરોપીયન દેશ છે. યુકેમાં કોવિડ-19 કોરોના વાયરસના કારણે 1800થી વધુ લોકોના મોત થઈ ગયા છે જ્યારે 25 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

Read Also

Related posts

મોન્સૂન ધમાકા/ આ બેંકોમાં મળી રહ્યું છે શોપિંગ ભારે ડિસ્કાઉન્ટ, ફટાફટ કરો થોડા સમય માટે જ છે આ ઓફર

Damini Patel

મીઠો લીમડો/ માત્ર સ્વાદ માટે જ નથી જાણીતો, ફાયદાઓ જાણી લેશો તો દરરોજ દાળ-શાકમાં નાખવાનું નહીં ભૂલો

Bansari

અર્થતંત્ર / બજારમાં નહીં ફરતી થાય કડકડતી નોટો, ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ છતાં મોદી સરકારે લીધો આ નિર્ણય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!