GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

દુનિયા લૉકડાઉનથી ત્રસ્ત, ચીન બનાવી રહ્યું છે સૌથી મોટુ ફુટબૉલ સ્ટેડિયમ

ચીન

દુનિયાભરમાં લોકો કોરોના વાયરસથી પરેશાન છે અને ચીન પોતાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી ચુક્યું છે. તેણે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમના નિર્માણ પર કામ શરૂ કરી દીધું છે. આ સ્ટેડિયમ કમળના આકારનું હશે.

પ્રોફેશનલ ક્લબ ગ્લાંગઝૂ એવરગ્રાંડે આ સ્ટેડિયમ બની રહ્યું છે. તેને બનાવવામાં આશરે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સ્ટેડિયમમાં એકવારમાં 1 લાખ લોકો બેસી શકશે.

આ સ્ટેડિયમ 2022 સુધી બનીને તૈયાર થઇ જશે. આ સ્ટેડિયમમાં 16 વીવીઆઇપી પ્રાઇવેટ રૂમ હશે. 152 વીઆઇપી પ્રાઇવેટ રૂમ હશે. ફીફા એરિયા અને એથલિટ એરિયા હશે. તેના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં 200થી વધુ ટ્રક દેખાડવામાં આવ્યાં. આ કામમાં લાગી ચુક્યાં છે.

સ્ટેડિયમમાં મેચની કવરેજ માટે અલગ પ્રકારનો મીડિયા એરિયા અને પ્રેસ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલ પ્રોફેશનલ ક્લબ ગ્વાંગઝૂ એવરગ્રાંડેના કોચ છે ફાબિયો કેનાવારો. સ્ટેડિયમના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત હતાં.

હાલ દુનિયામાં સૌથી મોટુ સ્ટેડિયમ સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનુ કેંપ નાઉ સ્ટેડિયમ છે. તેની ક્ષમતા 99,354 છે. આ ક્લબ હજુ અન્ય બે સ્ટેડિયમ બનાવવા માગે છે.

Read Also

Related posts

આ રહ્યા વર્ષના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, Airtel, Vodafone, Jio દરેકમાં મળી રહ્યા છે આ ફાયદા

Arohi

ઓસ્ટ્રેલિયામાં સંભવ નથી તો ટી20 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં યોજી શકાય: ડીન જોન્સ

Mansi Patel

ચીનને બ્રિટને આંચકો આપ્યો : હોંગકોંગના 30 લાખ લોકોને નાગરિક બનાવશે, 600 હુમલા છતાં ભારત નરમ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!