GSTV

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

Last Updated on October 21, 2021 by pratik shah

ભારત… ઇઝરાયલ… યુએઇ અને અમેરિકાના વિદેશપ્રધાનોનું એક મંચ પર આવવું અનેક રીતે મહત્વપૂર્ણ છે. આ ચારેય દેશોની ચોકડી ચીન રૂપી ઉભરી રહેલા સૌથી મોટા પડકારનો સામનો કરવા માટે એકસાથે આવી શકે છે. અમેરિકા ઉપરાંત ઇઝરાયલ પણ ભારતને મધ્ય-પૂર્વના દેશો વચ્ચે એક મોટી ભૂમિકામાં જોવા ઇચ્છે છે.

ચીન

આજના સમયમાં ભારત અને અમેરિકા સહિત વિશ્વના સૌથી મોટા દેશો માટે જો કોઇ ખતરો હોય તો તે છે ચીન ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સરહદે ઘર્ષણની સ્થિતિ છે. તો ચીન અમેરિકાને પણ વારંવાર આંખ દેખાડી રહ્યું છે. આથી જ હવે ભારત…ઇઝરાયલ…યુએઇ અને અમેરિકા એમ ચારેય દેશોની ચોકડી સાથે મળી ડ્રેગનને ભીડવવા તૈયાર છે.

ભારત અને યુએઇ વચ્ચે વર્ષોથી વ્યાવસાયિક સંબંધો છે… તો ટેકનોલોજી અને સુરક્ષાના અનેક ક્ષેત્રોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે પણ મજબૂત ભાગીદારી છે.. આ બંને મિત્ર દેશો અને અમેરિકા સાથે મધ્ય પૂર્વમાં આ પ્રકારનું ધ્રુવીકરણ ભારત માટે કુટનીતિક દ્રષ્ટિકોણથી ઘણું જ ફાયદાકારક સાબિત થશે… જો કે કેટલાક દેશોનું કહેવું છે કે દેશો વચ્ચે આ પ્રકારની સમજૂતિઓ થતી રહે છે. આ ચારેય દેશો એકસાથે આવ્યા તો છે… વાતચીત પણ કરી છે અને પરસ્પર સહમતિ પણ સાધવામાં આવી છે… પરંતુ તેનું પરિણામ શું આવશે તેના પર બધું નિર્ભર છે… ત્યારે જ આ નવી ધરીને ગંભીરતાથી લઇ શકાય.


નિષ્ણાંતોના મતે જે ક્વાડને ક્યારેક નવા નાટો સંગઠનના રૂપમાં જોવાતું હતું તેને લઇને હવે વધુ ઉત્સાહ જોવા નથી મળતો… આથી ભારતે હાલમાં મધ્ય-પૂર્વના દેશો સાથે સૈન્ય કરાર કરવા પડશે… કેમકે અખાતી દેશોમાં ભારતની વ્યૂહાત્મક ઉપસ્થિતિ નથી… જ્યારે કે અમેરિકા… બ્રિટન અને ફ્રાંસ જેવા દેશો ત્યાં સૈન્ય બેઝ ધરાવે છે… ભારત મધ્ય-પૂર્વમાં શું ભૂમિકા નિભાવે તેને લઇને હંમેશા અસમંજસની સ્થિતિ રહી છે… કેમકે તેમાં ઇરાન સાથેના સંબંધો હંમેશા નડે છે… ભારતે મધ્ય-પૂર્વના દેશો અને ઇરાન સાથે પોતાના સંબંધોમાં હંમેશા વચલો રસ્તો અપનાવ્યો છે.


ભારત માટે બાકીના ત્રણેય દેશો મહત્વપૂર્ણ છે… ઇઝરાયલ અને ભારત એકબીજા સાથેના સારા રાજકીય સંબંધોના ત્રણ દાયકા પૂર્ણ થવાનો જશ્ન મનાવી રહ્યા છે… આમ તે ભારતે ઇઝરાયલને વર્ષ 1952માં જ માન્યતા આપી હતી પરંતુ ઔપચારિક રીતે રાજનાયકોની તૈનાતી 90ના દાયકાથી શરૂ થઇ કે જ્યારે પી વી નરસિમ્હા રાવ ભારતના વડાપ્રધાન હતા.

અમેરિકા સાથે સારા સંબંધો માટે એ જરૂરી હતી કે ભારતના ઇઝરાયલ સાથે સારા સંબંધો રહે… વળી ભારતના મધ્ય-પૂર્વના દેશો સાથે પણ ઘણા જ સુમેળભર્યા સંબંધો છે… પીએમ મોદીએ વ્યક્તિગત રીતે પણ મધ્ય-પૂર્વના નેતાઓ તરફ હંમેશા મિત્રતાનો હાથ આગળ વધાર્યો છે… આ જ કારણ હતું કે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી તો મધ્ય-પૂર્વના દેશોએ તેને ભારતની આંતરિક બાબત ગણાવી અને આ મામલે કોઇ પ્રતિક્રિયા ન આપી.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!